મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ : તાંત્રિક નવલ હત્યાઓ કરીને લખતો હતો મૃતકની સ્યુસાઈડ નોટ, નગમા સાથે અફેર હતું તો પણ પતાવી દીધી!

અમદાવાદ શહેરની સરખેજ પોલીસ તાંત્રિક નવલસિંહ ચાવડાએ કરેલી 12 હત્યાઓ અં

અમદાવાદ : તાંત્રિક નવલ હત્યાઓ કરીને લખતો હતો મૃતકની સ્યુસાઈડ નોટ, નગમા સાથે અફેર હતું તો પણ પતાવી દીધી!

અમદાવાદ શહેરની સરખેજ પોલીસ તાંત્રિક નવલસિંહ ચાવડાએ કરેલી 12 હત્યાઓ અંગે તપાસ કરી રહી છે. પોલીસ તપાસમાં રોજ નવા અને ચોંકવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. અમદાવાદ શહેર પોલીસ ઝોન-7 DCP શિવમ વર્માએ આ કેસમાં ચાલી રહેલી તપાસમાં સામે આવેલી કેટલી મહત્ત્વપૂર્ણ બાબતો વિશે જાણકારી આપી છે. 

અમદાવાદ શહેર પોલીસ ઝોન-7 DCP શિવમ વર્મા

નગમા સાથે અફેર હતું તો પણ પતાવી દીધી

નવલે જે 12 હત્યાઓ કરી એમાં નગમા નામની યુવતી પણ સામેલ હતી. આ નગમા સાથે તેનું અફેર હોવા છતાં પણ તેને પતાવી દીધી હતી. તાંત્રિક નવલ અને તેના સાગરીતોએ 7 મહિના પહેલા વઢવાણમાં નગમાની હત્યા કરી તેના મૃતદેહના ટુકડા કરીને વાંકાનેરમાં દાટી દીધા હતા.  સરખેજ પોલીસ અને વાંકાનેર પોલીસે ગઈકાલે નગમાના શરીરના આવશેષો શોધી કાઢ્યા હતા. 

કાદિર અલી તેની દીકરી નગમા સાથે વઢવાણમાં તાંત્રિક નવલ પાસે આવતો હતો. આ દરમિયાન નવલ અને નગમા વચ્ચે અફેર ચાલુ થઈ ગયું હતું. કોઈ બાબતે ઝઘડો થતા નવલે સાગરીતો સાથે મળીને નગમાની હત્યા કરી નાખી હતી.

ચોંકાવનારી વાત એ છે કે નગમા પહેલા તાંત્રિક નવલ અને તેના સાગરીતોએ નગમાના પિતા કાદિરઅલીની પણ હત્યા કરી હતી.  

અસલાલીમાં વિવેકની હત્યા કરીને અઢી લાખ લૂંટી લીધા 

તાંત્રિક નવલે અમદાવાદના અસલાલીમાં વિવેક નામના યુવકની હત્યા કરીને તેની પાસે રહેલા અઢી લાખ રૂપિયા લૂંટી લીધા હતા અને બાદમાં પોતાના ઘરે જતો રહ્યો હતો. પોતાની પત્ની અને પુત્રને જાદુ દેખાડું એમ કહીને ડ્રોવરમાં પહેલેથી રાખેલા અઢી લાખ રૂપિયા કાઢીને પરિવારને આશ્ચર્ય પમાડ્યું હતું. 

પોલીસ તપાસમાં ઘટના સમયે નવલનું લોકેશન બનાવની જગ્યાએ મળી આવ્યું હતું.  આ સાથે મૃતક વિવેકના ભાઈ સાગરે નોંધાવેલી ફરિયાદમાં અઢી લાખ રૂપિયા ગાયબ હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

તાંત્રિક નવલ હત્યાઓ કરીને લખતો હતો મૃતકની સ્યુસાઈડ નોટ

તાંત્રિક નવલ જે કોઈ વ્યક્તિને શિકાર બનાવતો ત્યારબાદ તેની હત્યા કરતો અને આ હત્યાને આત્મહત્યામાં ખપાવવા માટે પોતે મૃતકની સ્યુસાઈડ નોટ લખતો હતો. પડધરીમાં મુસ્લિમ પરિવારના વ્યક્તિ કાદિર અલીની હત્યાની સ્યુસાઈડ નોટ અને પોલીસને નવલની ગાડીમાંથી મળી આવેલી સ્યુસાઈડ નોટના હેન્ડરાઈટિંગ, લખાણની રીત અને ભાષા એકસમાન હતી. નવલસિંહ પોતાની ગાડીમાં સ્યુસાઈડ નોટ રાખતો હતો. પોલીસ આ સ્યુસાઈડનોટને FSLમાં મોકલશે.

આ સમાચાર શેર કરો