મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સિહોર ACBનો સપાટો: તાલુકા પંચાયતનો વિસ્તરણ અધિકારી અને કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા, કુલ 4 આરોપીઓ સામે ગુનો

ભાવનગરના સિહોરમાં લાંચ (Bribe) વિરોધી બ્યુરો (ACB) દ્વારા કરવામાં આવેલી એક

સિહોર ACBનો સપાટો: તાલુકા પંચાયતનો વિસ્તરણ અધિકારી અને કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા, કુલ 4 આરોપીઓ સામે ગુનો

ભાવનગરના સિહોરમાં લાંચ (Bribe) વિરોધી બ્યુરો (ACB) દ્વારા કરવામાં આવેલી એક સફળ કાર્યવાહીમાં સિહોર તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી સહિત કુલ ચાર વ્યક્તિઓ લાંચના કેસમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. ફરિયાદીને નોકરીમાં પરત લેવા, બાકી પગાર ચૂકવવા અને પોલીસ ફરિયાદ ન કરવાના બદલામાં આ અધિકારીઓ અને કર્મચારીઓએ ₹2 લાખની લાંચની માગણી કરી હતી.

રંગે હાથે બે આરોપી ઝડપાયા, ₹1.50 લાખની રિકવરી

ACBના છટકામાં પોલીસ કોન્સ્ટેબલ ઋતુરાજસિંહ પરમાર અને જીગર ઠક્કર લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા છે. ACBની ટીમે સ્થળ પરથી ₹1.50 લાખની રિકવરી પણ કરી છે, જે માગવામાં આવેલી ₹2 લાખની લાંચની રકમનો ભાગ હતો.

બે આરોપી ફરાર, વોન્ટેડ જાહેર

આ લાંચ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય બે મુખ્ય આરોપીઓ ACBની રેડ દરમિયાન ફરાર થવામાં સફળ રહ્યા હતા, જેને પગલે તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ફરાર આરોપીઓમાં દશરથસિંહ ચૌહાણ (તાલુકા પંચાયત, વિસ્તરણ અધિકારી) , અને વિરેન્દ્રસિંહ ગોહિલનો સમાવેશ થાય છે. ACB દ્વારા આ બંને આરોપીઓને ઝડપી પાડવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

લાંચની માગણીનું કારણ

ફરિયાદી અગાઉ ક્લસ્ટર કો-ઓડિનેટરની નોકરી કરતા હતા. આરોપીઓએ ફરિયાદી પાસેથી નીચેની ત્રણ બાબતો માટે લાંચની માગણી કરી હતી:

1. તેમને ક્લસ્ટર કો-ઓડિનેટરની નોકરીમાં પરત લેવા.

2. તેમનો બાકી પગાર ચૂકવવો.

3. ફરિયાદી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નહીં કરવી.

આ કેસમાં કુલ ₹2 લાખની માંચ માગવામાં આવી હતી, જે પૈકી ₹1.50 લાખની રકમ સ્થળ પરથી કબજે કરવામાં આવી છે. સરકારી કચેરીઓ અને પોલીસ વિભાગમાં ફેલાયેલા ભ્રષ્ટાચારને ઉજાગર કરતી ACBની આ કામગીરીને પગલે સિહોર સહિત ભાવનગર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે.

આ સમાચાર શેર કરો