મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતના ભાટપોરમાં સિક્યુરિટી ગાર્ડની હત્યા, ગળાના ભાગે તિક્ષ્ણ હથિયારની ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારાયો

સુરતમાં હત્યાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હજીરા વિસ્તારમા

સુરતના ભાટપોરમાં સિક્યુરિટી ગાર્ડની હત્યા, ગળાના ભાગે તિક્ષ્ણ હથિયારની ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારાયો

સુરતમાં હત્યાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હજીરા વિસ્તારમાં આવેલા ભાટપોર ગામમાં એક સિક્યુરિટી ગાર્ડની હત્યા કરવામાં આવી છે. ગળાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. હત્યાની જાણ થતાં જ હજીરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ સુરતની AMNS કંપનીમાં દુર્ઘટનાથી 4 મોતથી તંત્રની લાલ આંખ, પ્લાન્ટને અપાઈ ક્લોઝર નોટિસ

અજાણ્યાએ કરી હત્યા

હજીરા ભાટપોર ગામના નાણાવટી વર્કશોપની પાછળ સિક્યુરિટી ગાર્ડને મોતને ઘાટ ઉતાવામાં આવ્યો હતો. મૃતક રોહિતભાઈ ગીરી નોકરી કરી ઘર તરફ જતા બાઈક પર સવાર 4 જણા શંકાસ્પદ રીતે આવ્યા હતાં. જેમણે અચાનક કોઈ આવી ગળાના ભાગે પેટના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને નાસી ગયા હતાં. 

પોલીસે આદરી તપાસ 

મૃતક રોહિતભાઈ ગીરી ઓએનજીસી કોલોની સિક્યુરિટી ગાર્ડમાં કામ કરતો હતો. હત્યાનું કારણ હજુ અકબંધ છે. ઘટનાની જાણ થતા ઇચ્છાપોર પોલીસ સ્ટેશનના પી આઈ અને સ્ટાફ ઘટના સ્થળે પહોચ્યાં હતાં. સમગ્ર હત્યાની વધુ તપાસ ઇચ્છપોર પોલીસ કરી રહી છે. હાલ પીએમ માટે મૃતદેહ હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે. 

આ સમાચાર શેર કરો