મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વલસાડના દરિયામાં શંકાસ્પદ વસ્તુ દેખાતા સુરક્ષા એજન્સીમાં મચી દોડધામ, બોટની મદદથી કિનારે ખેંચી લવાયું

વલસાડના ઉમરગામના દરિયામાં ડ્રમ જેવી શંકાસ્પદ વસ્તુ દેખાઈ હતી. જેથી સ્થાનિકો દ્વાર

વલસાડના દરિયામાં શંકાસ્પદ વસ્તુ દેખાતા સુરક્ષા એજન્સીમાં મચી દોડધામ, બોટની મદદથી કિનારે ખેંચી લવાયું

વલસાડના ઉમરગામના દરિયામાં ડ્રમ જેવી શંકાસ્પદ વસ્તુ દેખાઈ હતી. જેથી સ્થાનિકો દ્વારા સુરક્ષા એજન્સીઓને જાણ કરવામાં આવતાં ભારે દોડધામ મચી ગઈ હતી. મરીન પોલીસ દોડતી થઈ હતી. દરિયામાં તરતી દેખાતી શંકાસ્પદ વસ્તુને લઈ પોલીસ પણ એલર્ટ થઈ ગઈ હતી.

સુરક્ષા એજન્સી થઈ સતર્ક

અરબી સમુદ્રની અંદર ભરતીના પાણી સાથે કિનારા તરફ શંકાસ્પદ ઉપકરણ તણાઈ આવતું હોવાનું જણાતા મહારાષ્ટ્ર તેમજ વલસાડ પોલીસ દોડતી થઈ હતી. મહારાષ્ટ્રના દહાણુ અરબી સમુદ્રમાં ભરતીના પાણી સાથે શંકાસ્પદ સામાન કિનારા તરફ આવી રહ્યું હોવાની તંત્રને જાણ થતા મહારાષ્ટ્રની દહાણુ, ઘુલવડ પોલીસ સતર્ક થઈ હતી.

જહાજનું બોયું આવ્યું

ભરતીના પાણીનું વહેણમાં શંકાસ્પદ સામાન ઉમરગામ તરફ આગળ વધી રહ્યું હતું. આ બાબતની જાણ ઉમરગામ પોલીસને થતા ઉમરગામ પોલીસ મથકની ટીમ સ્થાનિક માછીમારની બોટના સહારે દરિયાની અંદર પહોંચી હતી. તો બીજી તરફ મરીન કમાન્ડો અને નારગોલ મરીન પોલીસ પણ કિનારે સતર્ક થઇ હતી. ઊંડા દરિયામાંથી આવી રહેલ સમાન શું હોઈ શકે તેને લઈ અનેક અનુમાન લગાવવામાં આવી રહ્યા હતા. જોકે આ સામાન ભરતીના પાણી સાથે નારગોલના દરિયા કિનારે આવી પહોંચતા જહાજનું બોયું હોવાનું સામે આવતા તંત્રએ રાહત અનુભવી હતી.

આ સમાચાર શેર કરો