મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

હિન્દુ નેતાઓને ધમકી આપનાર કટ્ટર મૌલાનાને સાથે રાખી ઘરમાં કરાઈ તપાસ, મોબાઈલમાંથી મળ્યા સંદિગ્ધ દસ્તાવેજ

સુરતમાં રહેતા સનાતન સંઘના અધ્યક્ષને મારી નાખવાની ધમકી અપાઈ હતી. ત્યારે ધમકી આપનાર તેમજ દેશના અન્ય

હિન્દુ નેતાઓને ધમકી આપનાર કટ્ટર મૌલાનાને સાથે રાખી ઘરમાં કરાઈ તપાસ, મોબાઈલમાંથી મળ્યા સંદિગ્ધ દસ્તાવેજ

સુરતમાં રહેતા સનાતન સંઘના અધ્યક્ષને મારી નાખવાની ધમકી અપાઈ હતી. ત્યારે ધમકી આપનાર તેમજ દેશના અન્ય હિન્દુ નેતાઓને મારી નાખવા પાકિસ્તાન અને નેપાળના બે વ્યક્તિ સાથે વર્ચ્યુઅલ નંબર મારફતે સંપર્કમાં રહી કાવતરું ઘડાયું હતું. જેમાં કામરેજના કઠોર ગામના કટ્ટરવાદી મૌલવીને ઝડપી લેવામાં આવ્યો હતો. બાદાં 10 દિવસના રિમાન્ડ મેળવીને મૌલવીને આજે તેમના ઘરે લઈ જઈ તપાસ કરવામાં આવી હતી. ત્યારે મૌલવીના મોબાઈલમાંથી શંકાસ્પદ સંદિગ્ધ દસ્તાવેજ મળ્યાં છે. ત્યારે આજે તેના ઘરે તપાસ કરવામાં આવી હતી.

નેતાઓને મારી નાખવાની યોજના બનાવી હતી

ચોકબજાર ભરીમાતા ફૂલવાડી ખાડી રોડ આઈકરા એપાર્ટમેન્ટ પાસેથી સોહેલ ઉર્ફે મૌલવી અબુબકર ટીમોલને ઝડપી પાડી તેની પાસેથી મોબાઈલ ફોન કબજે કર્યો હતો.કઠોર ગામના મદ્રેસામાં હાફિઝ અને આલીમ સોહેલ કઠોર અને અંબોલી ગામમાં મુસ્લિમ બાળકોને ઈસ્લામ ધર્મ અંગેનું ખાનગી ટ્યુશન આપે છે.તેમજ લસકાણા ડાયમંડનગર ખાતે ધાગા ફેકટરીમાં મેનેજર તરીકે નોકરી પણ કરે છે.ક્રાઈમ બ્રાન્ચે તેની પુછપરછ કરતા તેમજ તેના મોબાઈલ ફોનની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તે છેલ્લા દોઢ વર્ષથી પાકિસ્તાનના ડોગર અને નેપાળના શેહનાઝ સાથે સંપર્કમાં રહી દેશના હિન્દુવાદી નેતાઓને મારી નાખવાની યોજના બનાવતો હતો.

લાઓસ દેશનો મોબાઈલ નંબર મળ્યો

સોહેલ સોશિયલ મીડિયા મારફતે બંનેના સંપર્કમાં આવ્યા બાદ બંનેએ તેને ભારતમાં હિન્દુવાદી સંગઠનો દ્વારા નબીની ગુસ્તાખી કરવામાં આવે છે તેમને સીધા કરવાની જરૂર છે તેવી ઉશ્કેરણી કરી હિન્દુવાદી નેતાઓને ધમકી આપવા માટે તેની ઓળખ છતી નહીં થાય તે માટે લાઓસ દેશનો ઈન્ટરનેશનલ સીમ નંબર મેળવી આપ્યો હતો.આ નંબર વ્હોટ્સએપમાં બિઝનેસ નંબર તરીકે એક્ટીવ કરાવી વર્ચ્યુઅલ નંબર કરાવ્યા બાદ સોહેલે  સુરતમાં રહેતા અને સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપદેશ રાણાને કમલેશ તિવારીની જેમ મારી નાખવાની અવારનવાર ધમકી આપી હતી.દેશના અન્ય હિન્દુવાદી નેતાઓ હૈદરાબાદના ધારાસભ્ય રાજાસિંગ, સુદર્શન ન્યુઝ ચેનલના એડીટર ઈન ચીફ સુરેશ ચવ્હાણ અને દિલ્હીના નૂપુર શર્માને મારી નાખવા તેણે પાકિસ્તાનના ડોગર અને નેપાળના શેહનાઝ સાથે સંપર્કમાં રહી કાવતરું પણ ઘડયું હોવાનું ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.

સંખ્યાબંધ ગ્રુપ મળ્યા

સોહેલ સંખ્યા બંધ વ્હોટ્સએપ ગ્રુપ અને અન્ય સોશિયલ મીડિયા મારફતે ઘણા લોકો સાથે સંપર્કમાં રહી તેમનું બ્રેઇનવોશ કરી ઉશ્કેરણી કરતો હતો.તે પાકિસ્તાનના ડોગર અને નેપાળના શેહનાઝ ઉપરાંત પાકિસ્તાન, વિયેતનામ, ઇન્ડોનેશીયા, કઝાકીસ્તાન અને લાઓસના ઘણા લોકો સાથે સંપર્કમાં રહી ગ્રુપમાં ભારતના રાષ્ટ્રધ્વજ, હિન્દુ ધર્મ અને દેવીદેવતાઓ અંગે અભદ્ર ટીપ્પણી કરતો હતો.તેણે હિન્દુ નેતાઓની યાદી બનાવી હતી અને તેમને ટાર્ગેટ કરવા માટે ગ્રુપમાં ચર્ચા કરી હતી.ક્રાઈમ બ્રાન્ચે તેના વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો