મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જુનાગઢમાં ભારે વરસાદના પગલે આજે શાળાઓમાં રજા, સૌરાષ્ટ્રને મેઘરાજાએ ઘમરોળ્યું

ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. જેમાં ખાસ કરીને જુન

VIDEO: જુનાગઢમાં ભારે વરસાદના પગલે આજે શાળાઓમાં રજા, સૌરાષ્ટ્રને મેઘરાજાએ ઘમરોળ્યું

ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. જેમાં ખાસ કરીને જુનાગઢ, દ્વારકા, પોરબંદર, મોરબી, અમરેલી અને સુરત જિલ્લામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે ઠેર-ઠેર જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે જુનાગઢમાં  સતત પડી રહેલા ભારે વરસાદના પગલે 2 જૂનના રોજ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. આ અંગે ખુદ જુનાગઢના કલેક્ટરે ટ્વિટ કરીને જાણકારી આપી છે. 

જુનાગઢ જિલ્લામાં સતત પડી રહેલા વરસાદના કારણે તંત્ર દ્વારા મંગળવારે જુનાગઢ જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જુનાગઢ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા તમામ વિધાર્થીઓને જાહેર રજા રહેશે. 

માંગરોળ-કેશોદ હાઈવે બંધ

જુનાગઢ જિલ્લામાં પડેલા મુશળધાર વરસાદના પગલે માંગરોળ-કેશોદ હાઈવે બંધ થયો.  માંગરોળ પંથકમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.  ઘેડ પંથકના ગામોમાં ઓઝત નદીનાં પાણી ગામોમાં ઘુસી જતા સંપર્ક વિહોણા બન્યા હતા. જુનાગઢ જિલ્લામાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે માંગરોળનાં ઘેડ પંથકના ફુલરામા ગામ બેટમા ફેરવાયું હતું. લોકોનાં ઘરોમાં પાણી ઘુસતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતા.

કલ્યાણપુર - હર્ષદ વચ્ચેના પૂલ પર ગાબડું પડ્યું

દ્વારકા જિલ્લામાં વરસાદે ધમાકેધાર બેટીંગ કરતા ગ્રામ્ય વિસ્તારના બેઠા પૂલ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા.હર્ષદ સ્ટેટ હાઇવે પર ગાંગડી, ચસલાણા જેવા અનેક માર્ગો પર નદી સમાન પાણી ફરી વળ્યા છે. જેના પગલે કલ્યાણપુર - હર્ષદ વચ્ચેના પૂલ પર ગાબડું પડ્યું હતું. 

જામનગર શહેરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

જામનગર શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. માત્ર બે કલાકમાં પોણો ઇંચ વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદને લઇ રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

મોરબી  2 કલાક 2 ઇંચ  વરસાદ

મોરબી અને ટંકારામાં 2 કલાક 2 ઇંચ ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરમાં ઉમિયા સર્કલ, સનાળા બાયપાસ, દલવાડી સર્કલ, અવની ચોકડી, સહિતના તમામ વિસ્તારોમાં દે ધનાધન વરસાદ શરૂ થયો હતો.

કેશોદમાં સવા આઠ ઈંચ વરસાદ

કેશોદમાં સવા આઠ ઈંચ વરસાદ નોંધાયો હતો.  તેમાં માત્ર ચાર કલાકમાં જ સવા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો. કેશોદ પંથકની ઓઝત નદી ઉપર પાળા તુટવાથી ફરી એક વખત સમગ્ર ઘેડ પંથક જળબંબાકાર થયું. 

2 જુલાઈ આ જિલ્લમાં વરસાદ વરસી શકે છે

2 જુલાઈના દિવસે, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, સુરત, કચ્છ, નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે.

આ સમાચાર શેર કરો