દમણમાં શાળાના વિદ્યાર્થીએ કરી હત્યા, 27 વર્ષનો યુવક કામ પરથી આવતાં જ સગીર તૂટી પડ્યો
કાયદા વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતો બનાવ સામે આવ્યો છે. દમણમાં નાની ઉંમરના સગીરો ક્રાઈમ કરતાં ન અ

કાયદા વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતો બનાવ સામે આવ્યો છે. દમણમાં નાની ઉંમરના સગીરો ક્રાઈમ કરતાં ન અચકાતાં હોય તેવો બનાવ સામે આવ્યો છે. દમણમાં શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ યુવકની હત્યા કરી હતી. જેથી સમગ્ર વિસ્તારમાં ખળખળાટ મચી ગયો હતો. હાલ પોલીસે સગીરને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.
20 જેટલા ઘા માર્યા
દમણમાં આવેલા આંટીયાવાડ વિસ્તારમાં 15 વર્ષીય સગીર 27 વર્ષના યુવક પર તૂટી પડ્યો હતો. નહીમખાન નામનો યુવક વાપીથી કામ કરીને ઘર તરફ આવતો હતો. તે સમયે સગીર તેના પર તૂટી પડ્યો હતો. કાતર લઈને સગીરે એક બાદ એક 20 જેટલા ઘા મારી દીધા હતાં. જેથી યુવકનું મોત નીપજ્યું હતું. બાદમાં સગીર હત્યા કરીને નાસી ગયો હતો.
પોલીસે તપાસ હાથ ધરી
નહીમખાન નામનો યુવકની હત્યાથી આસપાસમાં ખળભળાટ મચી ગયો હતો. સ્થાનિક રહીશોને ઘટના સામે આવતા પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બાદમાં મૃત નહીમ ખાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. સગીરે ક્યા કારણોસર હત્યા કરી હતી. તેની વધુ તપાસ માટે વલસાડ ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ અને ફોરેન્સિક લેબના અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતાં. હત્યા પાછળનું કારણ અકબંધ રહેવા પામ્યું છે. હાલ સગીરને ઝડપી લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.








