સુરતની શાળાના વિદ્યાર્થીએ પિસ્તોલ ચેમ્પિયનશિપમાં મેળવી સિધ્ધિ, ઓલિમ્પિકમાં ચંદ્રક જીતવાની આશા
હાલ ઓલિમ્પિક રમતોત્સવ પેરિસમાં ચાલી રહ્યો છે. ત્યારે પિસ્તોલમાં ભારતની મનુ ભાકરે ચંદ્રક મેળવ્યો છે. જ

હાલ ઓલિમ્પિક રમતોત્સવ પેરિસમાં ચાલી રહ્યો છે. ત્યારે પિસ્તોલમાં ભારતની મનુ ભાકરે ચંદ્રક મેળવ્યો છે. જેથી દેશભરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતની શાળાના વિદ્યાર્થીએ જિલ્લા કક્ષાએ 10 m પિસ્તોલ (NR) યુથ મેન વ્યકિતગત કેટેગરીમાં સિલ્વર મેડલ તેમજ જુનિયર મેન વ્યક્તિગત કેટેગરીમાં ચોથું સ્થાન મેળવી પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે. વિદ્યાર્થીઓએ કહ્યુ કે, અમે પણ એક દિવસ ઓલિમ્પિકમાં ચંદ્રક જીતીશુ.
ચોથું સ્થાન મેળવ્યું
ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના CBSEના વિદ્યાર્થી કીયાન જાદવે 4" ઓપન સાઉથ સેન્ટ્રલ ગુજરાત શૂટીંગ કોમ્પિટિશન- 2024માં જિલ્લા કક્ષાએ 10 m પિસ્તોલ (NR) યુથ મેન વ્યકિતગત કેટેગરીમાં સિલ્વર મેડલ તેમજ જુનિયર મેન વ્યક્તિગત કેટેગરીમાં ચોથું સ્થાન મેળવી પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે.
સિલ્વર મેડલ મેળવ્યો
આ સાથે શાળાની GSEBની વિદ્યાર્થીની જાનવી મારુ અમદાવાદમાં આયોજિત 60" ગુજરાત રાજય રાઇફલ એસોશિએશનમાં મહિલા યુવા વર્ગમાં 10 m એર વેયન્સમાં સિલ્વર મેડલ મેળવ્યો છે. શાળાના મેનેજિંગ ડાયરેક્ટર કિશનભાઈ માંગુકિયા, કેમ્પસ ડાયરેક્ટર આશિષ વાઘાણી, પ્રિન્સિપાલ તૃષાર પરમાર, પ્રિન્સિપાલ માલકમ સાયરસ પાલીયા અને તેમના કોચ તૃપ્તિ ચેવલે દ્વારા વિદ્યાર્થીઓની સિધ્ધિઓ પર ગર્વ અનુભવ્યો હતો.








