સુરતની શાળાના રજત મહોત્સવની ઉજવણી, ડિજિટલ યુગમાં વિદ્યાર્થી-વાલીઓ વચ્ચે હૂંફભર્યો સ્પર્શ વધારવા આહવાન
સુરતના ડભોલી વિસ્તારમાં આવેલી મણીબા વિદ્યા સંકુલને 25 વર્ષ પૂર્ણ થયા છે. જેથી જીવન જ્યોત એ

સુરતના ડભોલી વિસ્તારમાં આવેલી મણીબા વિદ્યા સંકુલને 25 વર્ષ પૂર્ણ થયા છે. જેથી જીવન જ્યોત એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત સ્વ. સુરેશ વિદ્યામંદિર માધ્યમિક અને ઉચ્ચતર માધઅયમિક શાળા અને મણીબા ઈંગ્લિશ એકેડમી દ્વારા રજત જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલીઓ અને સામાજિક અગ્રણીઓ સામે વિદ્યાર્થીઓએ અદભૂત ડાન્સ પર્ફોમ કર્યા હતાં. સાથે જ વક્તા મનિષ વધાસિયા દ્વારા મોટિવેશન સ્પીચ આપવામાં આવી હતી.
લાગણીભર્યુ વાતાવરણ જાળવવા હાકલ
સ્પર્શ નામે યોજાયેલા આ કાર્યક્રમમાં માણસ ડીજીટલ યુગમાં લાગણીહીન બનતો જાય છે. ત્યારે વિદ્યાર્થીઓને શાળામાંથી શિક્ષણની સાથે સંસ્કાર અને સંવેદનાઓ મળી રહે તથા પરિવાર સમાજ અને રાષ્ટ્રમાં સ્નેહ અને લાગણીભર્યુ વાતાવરણ જાળવી રાખવાના ઉમદા હેતુની વાત કરવામાં આવી હતી.
પૂર્વ વિદ્યાર્થીઓના સન્માન
શાળાના આચાર્યએ કહ્યું કે, બાળક માતા પિતા વચ્ચે સુમેળભર્યા સંબંધો સ્થાપિત થાય તેવું હ્રદયસ્પર્શી વાત સમગ્ર કાર્યક્રમમાં રજૂ કરવામાં આવી હતી. સાથે જ શાળામાં અભ્યાસ કરીને ડોક્ટર, એન્જિનિયર અને પોલીસ સહિતની સેવાઓમાં અગ્રેસર રીતે ફરજ બજાવનારા પૂર્વ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.








