મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ઠેર ઠેર ચાલતી બોગસ તબીબોની હાટડી, એક સાથે ડિગ્રી વગરના 16 જેટલા ઝડપાયા 'મુન્નાભાઈ'

સુરત ઠેર ઠેર ડિગ્રી વગરના બોગસ ડોક્ટરો પોતાની હાટડી ખોલીને ગરીબ દર્દીઓના જીવ જોખમમા મૂકતા હોય છ

સુરતમાં ઠેર ઠેર ચાલતી બોગસ તબીબોની હાટડી, એક સાથે ડિગ્રી વગરના 16 જેટલા ઝડપાયા 'મુન્નાભાઈ'

સુરત ઠેર ઠેર ડિગ્રી વગરના બોગસ ડોક્ટરો પોતાની હાટડી ખોલીને ગરીબ દર્દીઓના જીવ જોખમમા મૂકતા હોય છે. ત્યારે એક સમયે ડોક્ટરને ત્યાં વોર્ડ બોય અને દવા આપનારની નોકરી કરનાર આજે સ્લમ વિસ્તારમાં ક્લિનિક ખોલીને લોકોની સારવાર કરી રહ્યા હતા. પાંડેસરા, ઉધના અને ડીંડોલી વિસ્તારમાં રેડ કરી ત્યારે SOGએ 16 ડોક્ટરને ઝડપી લીધા હતા.

50થી લઈ 500 પડાવતા

બોગસ ડૉક્ટરો ખાસ સ્લમ વિસ્તારને ટાર્ગેટ કરી ત્યાં ક્લિનિક ખોલતા હતા. ગરીબ અને શ્રમિક લોકોની સંખ્યા વધારે હોય છે. ડોક્ટરની ડિગ્રી અંગે તેઓને કોઈપણ પ્રકારની જાણકારી હોતી નથી. આ બોગસ ડોક્ટરો તેઓને પોતાની ઓળખ ડિગ્રીવાળા ડોક્ટર તરીકે આપે છે અને તેઓ અહીં આવીને સારવાર કરાવી લે છે. તાવ, ઉધરસ, મલેરિયા જેવાં રોગોનો સારવાર કરતાં હતાં. એક દર્દી પાસેથી 50થી લઈ 500 લઈ દવા આપતા હતા.

કમ્પાઉન્ડર બન્યા ડોક્ટર

પીઆઇ અતુલ સોનારાએ કહ્યુ કે, એમની પાસે કોઈ ડીગ્રી નથી. અગાઉ કોઈ ડોક્ટર જોડે કમ્પાઉન્ડર હોય અને શીખ્યા હોય તેના અનુસંધાને પોતાની ક્લિનિક ખોલીને તેઓ લોકોની સારવાર તે જ મુજબ કરી રહ્યા હતા. આ તમામ બોગસ ડોક્ટર સ્લમ વિસ્તારને ટાર્ગેટ કરતા હતા. ખાસ કરીને ડીંડોલી, ભેસ્તાન, પાંડેસરા, લિંબાયતને ટાર્ગેટ કરે છે. તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી જે-તે વિસ્તારના પોલીસ સ્ટેશનને આરોપીઓને સોંપવામાં આવશે.

આ સમાચાર શેર કરો