સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ક્લાર્ક હિરેન પદવાણી રૂ. 5000ની લાંચ લેતા ઝડપાયો
રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ ત્રાટકી હતી.

રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ ત્રાટકી હતી. જેમાં પરીક્ષા વિભાગના ક્લાર્ક લાંચ લેતા ઝડપાયા હતા.
રાજકોટમાં શહરમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગના હિરેન પદવાણી નામના ક્લાર્કને લાંચની રકમ સાથે રંગે હાથે ઝડપાયો છે. લાંચિયા ક્લાર્કે પરીક્ષાર્થી પાસે ₹5,000ની લાંચ માંગી હતી. સેમેસ્ટર 6નું એટીકેટી માટેનું લેટ ફોર્મ ભરવા દેવા માટે લાંચ માંગી હતી. લાંચીયો કર્મચારી હિરેન પદવાણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કરાર આધારીત નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે.
સમગ્ર મામલે ACBની ટીમે લાંચીયા કર્મચારી હિરેન પદવાણીની ધરપકડ કરી ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






