મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતનું સરદાર પટેલ સ્પોર્ટસ સંકુલ બન્યુ ખંઢેર, સિક્યુરિટીના અભાવે ખેલાડીની જગ્યાએ જોવા મળે છે નશેડી

સુરત મહાનગર પાલિકાના વરાછા ઝોનની બરાબર પાછળ જ કહી શકાય ત્યાં પાલિકા પહોંચી શકતી નથી ત

સુરતનું સરદાર પટેલ સ્પોર્ટસ સંકુલ બન્યુ ખંઢેર, સિક્યુરિટીના અભાવે ખેલાડીની જગ્યાએ જોવા મળે છે નશેડી

સુરત મહાનગર પાલિકાના વરાછા ઝોનની બરાબર પાછળ જ કહી શકાય ત્યાં પાલિકા પહોંચી શકતી નથી તો તાજેતરમાં પાલિકામાં સમાવિષ્ટ વિસ્તારમાં પાયાની સુવિધા પહોંચાડવા કેવી રીતે સક્ષમ બનશે એ યક્ષ પ્રશ્ન છે. કરોડોના ખર્ચે તૈયાર થયેલા સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની યોગ્ય જગ્યા પસંદ કરવામાં ચૂક ખાઈ ગયેલા ભાજપના અભણ શાસકોએ પાલિકાની તિજોરી પર તો મોટો ફટકો પાડ્યો, પરંતુ જેમના નામનું સંકૂલ બનાવવામાં આવ્યું તેમના નામની ગરીમા જાળવવા કોઈ પ્રયત્ન કર્યા નહી જેને કારણે સરદાર પટેલનું નામ માટીમાં મળી ગયું છે. ચારે તરફ માટીના થર અને જાળા નજરે પડે છે. સંકૂલમાં આવેલા સ્વિમિંગ પૂલમાં એટલું દુર્ગંધ મારતું પાણી ભરાયેલું છે કે, ત્યાં ઉભા રહેવું મુશ્કેલ બન્યું છે.

આ પણ વાંચોઃVIDEO: અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલની ગંભીર બેદરકારી, એન્જિયોપ્લાસ્ટી કરાતા બે દર્દીના મોત; પરિવારજનોનો હોબાળો

નશાબાજો વધુ જોવા મળે છે

કોંગ્રેસના કાર્યકારી ઉપપ્રમુખ દિનેશ સાવલિયાએ કહ્યું કે, સ્પોર્ટ્સ સંકૂલની આસપાસની વસતી તેમજ સિક્યુરિટીના અભાવે આખી બિલ્ડીંગ ભુત બંગલા સમાન બની છે. બીજી તરફ માવજતના અભાવે દરવાજા-બારી તેમજ ઈન્ટીરીયર તુટેલું ફુટેલું નજરે ચઢે છે. ગમે તે માણસો ગમે તે સમયે સંકૂલમાં પ્રવેશી જાય છે. આ સ્થિતિને જોતાં દારૂડિયા અને ગંજેરીઓને એક સેફ સ્થાન મળી ગયું છે. ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે આ જગ્યા સેફ હોવાથી દારૂડિયાઓ અને ગંજેરીઓ સાથે જુગારીઓ પણ એક થઈ ગયા છે. એટલે તાજેતરમાં વહેતું સુત્ર એક રહેંગે તો સેફ રહેંગે એમના પર બિલકૂલ બંધ બેસે છે.

પ્રજાના પૈસાનો વેડફાટ

પાણીની સ્થિતિને જોતાં એવું દશ્ય સામે આવે છે કે, વરસાદનું પાણી ભરાયું છે. લીલથી છલકાતા સ્વિમિંગ પુલના પાણીને તાકીદે ખાલી કરીને ચોખ્ખું પાણી ભરવામાં આવે એવી સુરત શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ કમ પૂર્વ કોર્પોરેટર દિનેશ સાવલિયાએ માગ કરી છે. બેડમિન્ટન કોર્ટ ઠેકાણા વિનાનું, એરકન્ડીશન્ડના ઇન્ડોર તુટેલી અવસ્થામા્ં લટકતા મળી આવ્યા છે. તો સેન્ટ્રલી એસીના ઈન્ડોરની ફ્રેમ તુટેલી નજરે ચઢી આવી છે. આખું સંકૂલ ભૂત બંગલો બની ગયું હોય તેવી સ્થિતિ છે. પ્રજાના પૈસાનો વેડફાટ કરનાર ભાજપ શાસકોએ સુરતના વિકાસના વિનાસમાં પરિવર્તિત કરવાનું પાપ કર્યું છે જેને કોઈકાળે ચલાવી નહી લેવાય એમ દિનેશ સાવલિયાએ ઉમેર્યું હતું અને આ સંકૂલનું તાકીદે રિપેરિંગ કરીને સુરતની જનતા માટે રમવા લાયક બનાવવામાં આવે તેવી માગ કરી છે.

આ સમાચાર શેર કરો