VIDEO: અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલની ગંભીર બેદરકારી, એન્જિયોપ્લાસ્ટી કરાતા બે દર્દીના મોત; પરિવારજનોનો હોબાળો
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ સરકારી યોજાનનો લાભ લઈને મોતનો વેપાર ચલાવે છે. 10 નવેમ્બરના રોજ ફ્રી કેમ્પ રાખવામાં આવ્યો હતો. ફ્રી સારવાર બાદ અમદાવાદ સારવાર કરવા બોલાવવામાં આવ્યા હતા. ગામમાંથી 19 જણા અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાવવા આવ્યા હતા.
10 નવેમ્બરના રોજ રાખવામાં આવ્યો હતો ફ્રી કેમ્પ
ફ્રી કેમ્પ બાદ દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં લાવ્યા બાદ દર્દીઓની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. એન્જિયોગ્રાફી બાદ દર્દીઓના હૃદયમાં સ્ટેન્ડ મૂકવામાં આવ્યા હતા. હોસ્પિટલે 10 નવેમ્બરમા રોજ ફ્રી કેમ્પ રાખવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: VIDEO : વડોદરામાં ગુજરાત રિફાઇનરીમાં લાગી ભીષણ આગ, બે લોકોના મોત
હોસ્પિટલની બેદરકારીથી 2 લોકોના મોત
કોઈપણ જાણ વિના 19 જણાની એન્જિયોગ્રાફી કરી તેમને સ્ટેન્ડ મૂકી દેવામાં આવ્યા હતા. હોસ્પિટલની બેદરકારીથી 2 લોકોના મોતનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. 5 દર્દીઓને હાલ ICUમાં દાખલ કરવામાં આવ્યા છે.
રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તપાસના આદેશ આપ્યા
સમગ્ર ઘટના મામલે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તપાસના આદેશ આપ્યા છે. આરોગ્ય મંત્રીએ આ મામલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ટ્વીટ કરી જણાવ્યું કે ખ્યાતિ હોસ્પિટલ વિરુદ્ધ ખુબ જ ગંભીર પ્રકારના આક્ષેપ છે. અમે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટમાં આ મુદ્દે તાત્કાલીક તપાસ કરવાના આદેશ આપ્યા છે. જો કોઈ બેદરકારી અથવા મેડિકલ ભૂલ પુરવાર થશે, તો હોસ્પિટલ અને ડોક્ટર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
દર્દીઓના સગાઓએ હોસ્પિટલમાં તોડફોડ કરી
આ સાથે ગ્રામજનોએ જાણાવ્યું હતું કે સરકારી યોજનાના નામે મોતનો વેપલો ચાલતો હોય તેમ મૃતકના આયુષ્માન કાર્ડમાંથી પૈસા કપાઈ ગયેલા હોવાનું સામે આવ્યું હતુ. દર્દીઓના સગાઓએ હોસ્પિટલમાં તોડફોડ કરી છે. ઘટના બાદ હોસ્પિટલ માંથી ડોક્ટરો ગાયબ થયા છે.

