મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કડી: શારદા કોલેજના આચાર્ય હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દોડી આવ્યા, બંધ બારણે બેઠકની આશંકા

મહેસાણાના કડી તાલુકાના રાજપુર ગામે શ્રેય એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી શારદા કો

કડી: શારદા કોલેજના આચાર્ય હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત  યુનિવર્સિટી દોડી આવ્યા, બંધ બારણે બેઠકની આશંકા

મહેસાણાના કડી તાલુકાના રાજપુર ગામે શ્રેય એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી શારદા કોલેજ ઓફ એજ્યુકેશન માતૃધામ બી.એડ. કોલેજ છેલ્લા 10 વર્ષથી માત્ર કાગળ પર જ ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. 

આ કોલેજના સ્થળનું રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. ઇન્સ્પેક્શનના રિપોર્ટમાં  કોલેજમાં ફિઝિકલ એજ્યુકેશન એટલે કે પ્રત્યક્ષ શિક્ષણ ચાલુ હોવાનું દર્શાવવામાં આવ્યું છે. સાથે આ કોલેજમાં પ્રિન્સિપલ રૂમ, ફેકલ્ટી રૂમ, ઓફિસ રૂમ અને સ્ટોર રૂમ પણ દર્શાવવામાં આવ્યાં છે, પરંતુ હકીકતમાં સ્થળ પર આવા કોઈ પ્રકારના રૂમ નથી. સરકારના નિયમ પ્રમાણે આ કોલેજમાં સાત શિક્ષકોની ફાળવણી પણ કરવામાં આવી છે, તે શિક્ષકો ક્યાં હશે તે પણ મોટો પ્રશ્ન છે. 

 શારદા કોલેજના આચાર્ય હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી દોડી આવ્યા

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી સંલગ્ન રાજપુર કડીની ભૂતિયા શારદા બી એડ કોલેજ મામલે નવો વળાંક આવ્યો છે. શારદા કોલેજના આચાર્ય હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી દોડી આવ્યા હતા. સુત્રોના જણાવ્યા અનુસાર બંધ બારણે બેઠક યોજાઈ હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. કુલપતિએ જણાવ્યું કે આ બાબતે તપાસ સમિતિ નીમીને યોગ્ય કાર્યવાહી કરવા યુનિવર્સિટી પગલાં લેશે.

આ સમાચાર શેર કરો