મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સપ્તરંગ શોર્ટ ફેસ્ટ: આદ્યા ત્રિવેદીએ ડેબ્યૂ ફિલ્મમાં જ જીત્યો બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ, મિટ્ટી પાનીને મળ્યા ત્રણ પુરસ્કાર

શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ સપ્તરંગ શોર્ટ ફેસ્ટમાં આદ્યા ત્રિવેદીએ તેની ડેબ્યૂ ફિલ

સપ્તરંગ શોર્ટ ફેસ્ટ: આદ્યા ત્રિવેદીએ ડેબ્યૂ ફિલ્મમાં જ જીત્યો બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ, મિટ્ટી પાનીને મળ્યા ત્રણ પુરસ્કાર

શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ સપ્તરંગ શોર્ટ ફેસ્ટમાં આદ્યા ત્રિવેદીએ તેની ડેબ્યૂ ફિલ્મ મિટ્ટી પાની માટે બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ જીત્યો હતો. 

આદ્યાની સાથે મિટ્ટી પાની ફિલ્મના કલાકારો કીર્તિ સોની અને શ્રેય મરાડિયાએ શ્રેષ્ઠ મહિલા અને શ્રેષ્ઠ પુરુષ અભિનેતા તરીકેનો એવોર્ડ જીત્યો હતો.

ફેસ્ટિવલમાં ભાગ લેનાર 277 ફિલ્મોમાંથી મિટ્ટી પાની ફિલ્મે સૌથી વધુ ત્રણ પુરસ્કારો જીત્યા.

બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદના કેમ્પસમાં 19મી અને 20મી ઓક્ટોબરે આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એવોર્ડ સમારોહના મુખ્ય મહેમાન હતા. જાણીતા રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા લેખક અને દિગ્દર્શક ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ ઉભરતા ફિલ્મ સર્જકો માટે માસ્ટર ક્લાસ લીધા હતા અને ફેસ્ટિવલ એવોર્ડ ફંક્શનનું નેતૃત્વ કર્યું હતું. જાણીતા ગુજરાતી ફિલ્મ દિગ્દર્શક વિજયગીરી બાવા પણ હાજર રહ્યા હતા અને તેમણે માસ્ટરક્લાસ લીધો હતો.

આ ફેસ્ટિવલમાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લગભગ દરેક લોકો હાજર હતા.

આદ્યા મુંબઈની 20 વર્ષની યુવા ફિલ્મ લેખક અને દિગ્દર્શક છે જે મૂળ ગુજરાતના પાલનપુરની છે. મિટ્ટી પાની એ પ્રખ્યાત ગુજરાતી લેખક દોલત ભટ્ટ દ્વારા લખાયેલી ટૂંકી વાર્તા પર આધારિત એક મ્યુઝિકલ શોર્ટ ફિલ્મ છે. ફિલ્મનો સ્ક્રીન પ્લે આદ્યાએ પ્રખ્યાત લેખક મિહિર ભૂતા સાથે લખ્યો છે. આ ફિલ્મમાં અભિનેતા જયેશ મોરે,કલ્પના ગાગડેકર, કીર્તિ સોની અને શ્રેય મરાડિયાએ  અભિનય કર્યો છે. તેમજ ત્રણ ગીતો અને પૃષ્ઠભૂમિ સંગીત અમર ખાંધાનું મૂળ સર્જન છે અને પ્રખ્યાત લેખક પંકજ ત્રિવેદીએ આ ફિલ્મના ગીતો લખ્યા છે. આ ફિલ્મ ડીઓપી અંકિત ત્રિવેદીએ શૂટ કરી છે અને ફૈઝલ મહાડિક દ્વારા સંપાદિત કરવામાં આવી છે.  ફિલ્મના સાઉન્ડ ડિઝાઇનર છે ફિલ્મ હીરામંડી ફેમ યશ દરજી અને ફિલ્મનું એક ગીત તાજેતરના સમયની સૌથી પ્રખ્યાત ગાયિકા મધુબંતી બાગચીએ ગાયું છે.

આ સમાચાર શેર કરો