અમદાવાદ PCB PIની બાતમીને આધારે સાંતેજ પોલીસે જાસપુરમાંથી વિદેશી દારૂની 4032 બોટલો સાથે 3ની કરી ધરપકડ
અમદાવાદ PCB PI એમ.સી.ચૌધરીના માર્ગદર્શનમાં PCB સ્ટાફે શહેરના એરપોર્ટ વિસ્તારમાંથી ર

અમદાવાદ PCB PI એમ.સી.ચૌધરીના માર્ગદર્શનમાં PCB સ્ટાફે શહેરના એરપોર્ટ વિસ્તારમાંથી રિક્ષામાં વિદેશી દારૂનો જથ્થો લઇ જતા ઝડપી પાડ્યો હતો. આરોપી 46 વર્ષીય આરોપી રાજેન્દ્ર રાયદયાલ ચૌધરી પાસેથી વિદેશી દારૂની 192 બોટલો કિંમત રૂ.26,880 તથા અન્ય મળીને કુલ રૂ.1,87,500ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
જાસપુરના ગોડાઉનમાંથી દારૂનો જથ્થો લાવ્યો હતો આરોપી
આ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો તેની પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે ગાંધીનગરના જાસપુર ગામની સીમમાં નરેંદ્રસીંગ ઉર્ફે ભુરી પરીહાર અને જીતેંદ્રસીંગ બીરેનસીંગ કેવલના ગોડાઉનમાંથી લાવ્યો છે. અમદાવાદ PCB PI એમ.સી.ચૌધરીએ આ માહિતી ગાંધીનગરના સાંતેજ પોલીસને આપતા સાંતેજ પોલીસે જાસપુર ગામની સીમમાં લીલાપુર જતા રોડ ઉપર આવેલ મહેશભાઈ ગુણવંતભાઈ પટેલના ફાર્મ હાઉસના ગોડાઉનમાં રેડ કરી હતી.
આ રેડમાં સાંતેજ પોલીસે ગોડાઉનમાંથી વિદેશી દારુની 4032 નંગ બોટલોની 84 પેટી, જેની કિંમત રૂ.5,42,880 સાથે કુલ રૂ.11,02,880ના મુદ્દામાલ સાથે આ 3 આરોપીઓની ધરપકડ કરી છે :
1) જીતેન્દ્રસિંગ બીરેન્દ્રસિંગ જાટ-27
હાલ રહે. જાસપુર ગામ મીઠીયો પા લીલાપુર ગામ જતા રોડ ઉપર મહેશભાઇ ગુણવંતભાઇ પટેલના ફાર્મ હાઉસમા ભાડેથી તા.કલોલ જી.ગાંધીનગર.
મુળ રહે.નગલા કંજા, થાના-મગોરા તા.ગોવર્ધન જી.મથુરા ઉત્તરપ્રદેશ.
2) દિપુ લાખનસિંહ જાટ-22
હાલ રહે.જાસપુર ગામ, મીઠીયો પા, લીલાપુર ગામ જતા રોડ ઉપર મહેશભાઇ ગુણવંતભાઇ પટેલના ફાર્મ હાઉસમા ભાડેથી, તા.કલોલ જી.ગાંધીનગર.
મુળ રહે.અવેરની ગામ, થાના-બલદેવ તા.મહાવન જી.મથુરા ઉત્તરપ્રદેશ
3) બ્રીજવીરસિંગ મેમ્બરસિંગ જાટ-30
હાલ રહે.જાસપુર ગામ મીઠીયો પા, લીલાપુર ગામ જતા રોડ ઉપર મહેશભાઇ ગુણવંતભાઇ પટેલના ફાર્મ હાઉસમાં ભાડેથી તા.કલોલ જી.ગાંધીનગર.
મુળ રહે.મહિપાલપુર રંગપુરી કોલોની, પુરાના કુવા પાસે રંગપુરી, થાના-મહિપાલપુરી. ન્યુ દીલ્હી
ફરાર 2 આરોપીઓનો મોટો ગુનાહિત ઇતિહાસ
પકડાયેલા આરોપી ઉપરાંત અન્ય આરોપી નરેન્દ્રસિંહ ઉર્ફે ભુરી રાજેન્દ્રસિંહ પરિહાર અને દેવેન્દ્રસિંહ ઉર્ફે બંસી રામકુલસિંહ પરિહાર આ બે આરોપીઓ પકડાયા નથી. આ બંને આરોપીઓ વિરુદ્ધ અમદાવાદ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયા છે અને પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે જેની વિગત આ મુજબ છે :
નરેન્દ્રસિંહ ઉર્ફે ભુરી રાજેન્દ્રસિંહ પરિહાર
અમદાવાદ શહેરના માધવપુરા, DCB, રામોલ અને નિકોલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન વગેરેના 13 ગુનાઓ તેમજ 1 વાર પાસા હેઠળ કાર્યવાહી
દેવેન્દ્રસિંહ ઉર્ફે બંસી રામકુલસિંહ પરિહાર
અમદાવાદ શહેરના DCB અમરાઈવાડી, રખિયાલ, ગોમતીપુર, નરોડા, રામોલ, કૃષ્ણનગર, નિકોલ અને ઓઢવ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન વગેરેના 21 ગુનાઓ તેમજ 4 વાર પાસા હેઠળ કાર્યવાહી








