મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટમાં 11 જૂને યોજાશે સનાતન ધર્મનું મહાસંમેલન, હિન્દૂ દેવી-દેવતાઓનું અપમાન કરનારા અંગે લેવાશે મોટો નિર્ણય

રાજકોટના ત્રંબા ગામે આવતીકાલે 11 જૂને સનાતન ધર્મનું મહાસંમેલન યોજાશે. સનાતન ધર્મ સેવા

રાજકોટમાં 11 જૂને યોજાશે સનાતન ધર્મનું મહાસંમેલન, હિન્દૂ દેવી-દેવતાઓનું અપમાન કરનારા અંગે લેવાશે મોટો નિર્ણય

રાજકોટના ત્રંબા ગામે આવતીકાલે 11 જૂને સનાતન ધર્મનું મહાસંમેલન યોજાશે. સનાતન ધર્મ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત કરવામાં આવેલા આ મહાસંમેલનમાં ગુજરાતભરમાંથી સંતો-મહંતો મહામંડલેશ્વરો-કથાકારો હાજર રહેશે.

આ સનાતન ધર્મ મહાસંમેલનમાં દ્વારકા જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ સહિતના સંતોના અધ્યક્ષસ્થાને યોજાશે. મોરારીબાપુ, ભાઈશ્રી રમેશ ઓઝા સહિતના કથાકારો પણ  સંમેલનમાં ઉપસ્થિત રહેશે. 

હિન્દુ ધર્મના દેવી-દેવતાઓ અને સનાતની સાધુ મહાપુરુષો પરની અપમાનજનક ટિપ્પણી સહિતના  મુદ્દે  કાયદાકીય પગલાં લેવાનો નિર્ણય લેવામાં આવશે. 

કેટલાક સંપ્રદાયના પુસ્તકોમાં દેવ-દેવીઓને નીચા ચિતરતા હોય તેની સામે પગલાં લેવાનો નિર્ણય થશે.  ગુજરાતથી સનાતન ધર્મ સેવા સંસ્થાન ટ્રસ્ટ સંગઠન રચના પછી દેશવ્યાપી દરેક રાજ્યોમાં આ સંગઠનની રચના થશે.

હિન્દુ ધર્મ,  સનાતન દેવી-દેવતા, સનાતન ધર્મના શાસ્ત્રોના વિષયમાં કોઈ પણ વ્યક્તિ પોતાના પ્રવચન કે વક્તવ્યમાં અપમાનજનક ટિપ્પણી કરશે તેના ઉપર કાયદાકીય પગલભરવામાં આવશે.

ધર્મ પરિવર્તનના વિષયમાં આ ટ્રસ્ટ કાર્યરત થશે. ધર્મને લગતા કોઈ પણ પ્રશ્ન સમાજમાં ઉભા થશે ત્યારે સરકાર સાથે સંકલન કરીને રાજસત્તા-ધર્મસત્તા મળીને સમસ્યાનું નિવારણ કરશે.

સનાતન અને હિન્દુત્વના કાર્યને લઇ આ ટ્રસ્ટ કાર્ય કરશે. આવનારા સમય માં સનાતન ધર્મ સેવા સંસ્થાન ટ્રસ્ટ તાલુકા જિલ્લા તેમજ સમગ્ર ભારતના દરેક રાજ્યમાં સ્થાપના કરવામાં આવશે.

ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવા, તેમજ સંસ્કૃત ભાષા  અને સંસ્કૃત પાઠશાળાનો ઉત્કર્ષ કરવો, ધાર્મિક સમસ્યાનો સાથે મળીને સહકાર સાથે સમસ્યાનો હલ કરવો વગેરે મુદ્દે પણ અસરકારક નિર્ણય લેવામાં આવશે. 

આ સમાચાર શેર કરો