Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : BZ scam: Salary of 2 arrested accused is 8-10 thousand, BhupendraSinh absconding

BZ કૌભાંડ: ધરપકડ કરાયેલ 2 આરોપીઓનો પગાર 8-10 હજાર, CIDની મહિનાથી વૉચ છતાં ભુપેન્દ્રસિંહ છૂમંતર

Timeછેલ્લું અપડેટ : 30 Nov 2024
લાઇવ ટીવીGoogle News
BZ કૌભાંડ: ધરપકડ કરાયેલ 2 આરોપીઓનો પગાર 8-10 હજાર, CIDની મહિનાથી વૉચ છતાં ભુપેન્દ્રસિંહ છૂમંતર

ગુજરાતમાં BZ ગ્રુપના કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે. BZ ગ્રુપનો CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા એકના ડબલ કરવાની સ્કીમમાં ગુજરાત અને રાજસ્થાનમાંથી 6000 કરોડ ઉઘરાવ્યા પછી ફરાર થઇ ગયો છે. BZ FINANCIAL SERVICES તથા BZ GROUPના CEO ભુપેન્દ્રસિંહ પરબતસસિંહ ઝાલાએ રોકણકારોને ઊંચુું વળતર / વ્યાજ/ બોનસ આપવાની જાહેરાતો કરી લોભામણી લાલચ આપી કરોડો રૂપીયા ઉઘરાવ્યા હતા. આ મામલે સી.આઇ.ડી ક્રાઇમ દ્વારા ગાંધીનગર ઝોન પોલીસ સ્ટેશનમાં તા. 27/11/2024 એ ગુનો નોંધાયો છે.

App Store

7 આરોપીઓની ધરપકડ, એજન્ટના રિમાન્ડ મંજૂર

BZ ગ્રુપના કરોડો રૂપિયાનું કૌભાંડ મામલે CID ક્રાઈમે પકડેલા એજન્ટ સહિત BZના 6 સ્ટાફની ધરપકડ છે. મુખ્ય એજન્ટ મયુર દરજીના 30 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા જયારે અન્ય લોકોને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. CID ક્રાઇમે મયુર દરજી સહિત સાત આરોપીઓમાં વિશાલસિંહ ઝાલા, દિલીપ સોલંકી, આશિક ભરથરી, સંજય પરમાર, રાહુલ રાઠોડ, રણવીરસિંહ ચૌહાણની ધરપકડ કરી છે.

આશિક ભરથરી BZ ગ્રુપમાં 8 હજારમાં નોકરી કરતો હતો

સાબરકાંઠામાં BZ ગ્રુપના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલાની ઓફિસો પર કામ કરતા માણસો અને એજન્ટોની ધરપકડ કરવામાં આવી છે. 6 હજાર કરોડનું ફુલેકું ફેરવનાર ભુપેન્દ્રસિંહ ઝાલાના ત્યાં CID ક્રાઈમના દરોડા બાદ 7 લોકોની ધરપકડ થઇ છે. ઝડપાયેલા 7 આરોપી પૈકી એક આરોપી હિંમતનગરના મહેતાપુરા વિસ્તારનો રહેવાસી છે. આરોપી આશિક BZ ગ્રુપની ઓફિસમાં નોકરી કરતો હતો. આશિક ભરથરી BZ ગ્રુપમાં 8 હજારમાં નોકરી કરતો હતો. આશિક ભરથરીની અટકાયત બાદ ઝુપડપટ્ટીમાં રહેતો પરિવાર ચિંતિત બન્યો છે. ભરથરી પરીવારના દીકરા સામે CID ક્રાઈમની ટીમે કાર્યવાહી કરતા ખડભળાટ મચી ગયો છે. સાબરકાંઠા, અરવલ્લી સહિત રાજસ્થાનના અલગ અલગ વિસ્તારમાં એજન્ટોનું રોકાણકારો સાથેનું મોટું નેટવર્ક હોવાની આશંકાઓ સેવાઈ રહી છે. હજુ પણ સાબરકાંઠા અરવલ્લી સહિત રાજસ્થાન વિસ્તારના કેટલાક એજન્ટો ભૂગર્ભમાં છે. 

સંજય પરમાર BZ ગ્રુપમાં 10 હજારમાં નોકરી કરતો હતો

CID ક્રાઇમ દ્વારા BZ ગ્રુપની ઓફિસે કામ કરતા 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાંથી એક આરોપીનું નામ સંજય પરમાર છે, જે માત્ર 10 હજાર પગારમાં નોકરી કરતો હતો. સંજય પરમાર હિંમતનગરના ગામડી ગામનો રહેવાસી છે. સંજય BZ ગ્રુપની વેપાર ભવન ઓફિસમાં નોકરી કરતો હતો જ્યાં તેને 10 હજાર પગાર આપવામાં આવતો હતો. સંજય પરમારનો પરિવાર પશુપાલન તેમજ ખેતી કરીને પોતાનું જીવન ગુજારી રહ્યા છે. હાલ તો સંજય પરમાર જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. 

ભુપેન્દ્ર ઝાલાનો ફરાર એજન્ટ ધવલ પટેલ ઓસ્ટ્રેલિયામાં?

ભુપેન્દ્ર ઝાલાના કૌભાંડ બાદ CID ક્રાઇમ તેના મળતીયાઓને શોધી રહી છે. જેમાં એકનામ ધવલ પટેલનું પણ છે. ભુપેન્દ્ર ઝાલાનો ફરાર એજન્ટ ધવલ પટેલની હિંમતનગરમાં પેથોલોજી લેબ ચાલી રહ્યો છે. હિંમતનગર ખાતે આવેલી અક્ષર લેબોરેટરીનો માલિક ધવલ પટેલ છે. ધવલ પટેલ ઓસ્ટ્રેલિયાના PR વિઝા ધરાવે છે. સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે ધવલ પટેલ ગુજરાતના ડોક્ટરોનું બીઝેડમાં રોકાણ કરાવતો હતો. તેને અંદાજે 200 થી 250 કરોડનું રોકાણ કરાવ્યું છે.

ભૂપેન્દ્રસિંહ ઝાલા વિદેશ ભાગી ન જાય તે માટે લુકઆઉટ નોટિસ

સાબરકાંઠા, વડોદરા, ગાંધીનગર અને રાજસ્થાનમાં દરોડા પાડીને અનેક મહત્ત્વના દસ્તાવેજ કરીને CID ક્રાઇમે વિધિવત ફરિયાદ નોંધવા સાથે આરોપી અને ભાજપનો કાર્યકર ભૂપેન્દ્રસિંહ ઝાલા વિદેશ ભાગી ન જાય તે માટે L.O.C એટલે કે લુકઆઉટ સર્ક્યુલર જારી કર્યું છે.