Video: સાવરકુંડલા એપીએમસીના ૭૦ વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર મગફળીની રેકોર્ડબ્રેક ૫૦ હજાર મણથી વધુ આવક!

સોર્સ: gstv

સાવરકુંડલા યાર્ડમાં મગફળીનો જબરદસ્ત ભરાવો થતાં વાહનો ઉતારવા માટે જગ્યા ન બચતા તંત્રએ ખેડૂતોને હાલ નવો માલ ન લાવવા વિનંતી કરવી પડી છે. માત્ર સાવરકુંડલા જ નહીં પરંતુ ઉના, કોડીનાર, મહુવા અને ગારિયાધાર જેવા આસપાસના વિસ્તારોમાંથી પણ ખેડૂતો અહીં આવ્યા છે. યાર્ડમાં ખેડૂતોને ટેકાના ભાવ કરતાં પણ સારા ભાવ મળી રહ્યા છે. જેમાં આગતરૂ વાવેતર મગફળીના ભાવ ૧૪૦0 થી ૧૬૦0 અને પાછોતરી વાવણીના ભાવ ૧૨૦0 થી ૧૪૦0 સુધીના બોલાઈ રહ્યા છે. ઝડપી તોલમાપ અને સારા ભાવોને કારણે ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત