મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

‘200 દિવસમાં રૂપિયા ડબલ’ની વધુ એક પોન્ઝી સ્કીમ, રોકાણકારો રૂપિયા લેવા પહોંચ્યા તો ઓફિસે હતા તાળા

બનાસકાંઠા જિલ્લામાં પણ BZ ગ્રુપની જેમ જ એક કંપનીએ લોકો સાથે કરોડોની છેતરપિંડી આચરી હોવાન

‘200 દિવસમાં રૂપિયા ડબલ’ની વધુ એક પોન્ઝી સ્કીમ, રોકાણકારો રૂપિયા લેવા પહોંચ્યા તો ઓફિસે હતા તાળા

બનાસકાંઠા જિલ્લામાં પણ BZ ગ્રુપની જેમ જ એક કંપનીએ લોકો સાથે કરોડોની છેતરપિંડી આચરી હોવાના આક્ષેપ લાગ્યા છે. પાલનપુરમાં આવેલ Now Starway Teach India Management Consultancy PVt Ltd કંપનીએ કરોડોની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. એક અંદાજ મુજબ કંપનીએ બનાસકાંઠા સહિત અન્ય જિલ્લા મળી રૂ. 80 કરોડથી વધુની રકમની લોકો સાથે છેતરપિંડી કરી છે.

‘લોભિયો હોય ત્યાં ધૂતારો ભૂખે ન મરે’ યુક્તિ મુજબ બનાસકાંઠા જિલ્લામાં ધુતારા ટોળકીઓ સક્રિય બની છે જેમાં BZ ગ્રુપની જેમ જ એક અન્ય કંપનીએ લોકો સાથે કરોડોની છેતરપિંડી કરી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. જોકે આ મામલે સીઆઇડી ક્રાઈમ દ્વારા ફરિયાદ નોંધાઈ છે. ભેજાબાજ દ્વારા અંદાજિત 80 કરોડથી વધુની રકમ 200 દિવસમાં ડબલની લાલચમાં ફુલેકુ ફેરવ્યું છે. જોકે આ ઠગ ટોળકીએ હથેળીમાં ચાંદ બતાવી ઓફિસે તાળા મારી રફુચક્કર થતાં હવે રોકાણકારો સલવાયા છે.

Now Starway Teach India Managment Consultancy PVt Ltd કંપની છે કે જેને અનેક લોકોને કહ્યું કે તમે અમારા ત્યાં રોકાણ કરો જેમાં અમે તમને 200 દિવસમાં પૈસા ડબલ કરીને આપીશું. જેમાં ઘણા ખરા લોકોએ આ કપનીમાં રોકાણ કર્યું અને જ્યારે 200 દિવસ પૂર્ણ થયા અને લોકો પોતાના રૂપિયા લેવા પહોંચ્યા ત્યારે ખબર પડી કે રોકાણકારો છેતરાઈ ગયા છીએ.

આ કંપનીનો મુખ્ય ઠગ એસટી વિભાગ સાથે સંકળાયેલ છે. જેને નોકરી કરવાની જગ્યાએ ઠગાઈ કરવાનો પ્લાન ઘડી પાલનપુરમાં ઓફિસ ખોલી લોકોને ભોળવ્યા છે. એક અંદાજ મુજબ સમગ્ર ગુજરાત માં તેને 80 કરોડથી વધુની રકમ લોકોને ફોસલાવી પડાવી છે. જોકે એસટી વિભાગે ફરજ પર ગેરહાજર ઠગ વિરૂદ્ધ કાર્યવાહી કરી છે.

આ મામલે GSTV ટીમ પણ બનાવ સ્થળે પહોચી હતી જ્યાં જાણવા મળ્યું કે S9 શોપિંગમાં આવેલી કંપની ભોળા લોકોના પૈસા લઈ ફરાર થઈ ચૂકી છે અને મોટા ઓફિસે તાળા મારેલા જોવા મળે છે.

ફુલેકુ ફેરવનાર નિરંજન શ્રીમાળીએ બનાવ્યો વીડિયો

આ કાવતરાને પાર પાડનાર અને જેની મુખ્ય ભૂમિકા છે તે નિરંજન શ્રીમાળી કે જે લોકોને પોતાની કંપનીના નામથી વિશ્વાસમાં લઈ લોકો સાથે છેતરપીડી આચરી પૈસા લઈ ફરાર છે. જોકે તેને પોતાનો એક વીડિયો બનાવ્યો છે અને સમયસર રોકાણકારોને રૂપિયા પરત મળી જશે તેવું વીડિયોમાં જણાવી રહ્યો છે.

રોકાણકારે CID ક્રાઈમમાં નોંધાવી ફરિયાદ

એક રોકાણકારે પોતાની સાથે રૂ. 39 લાખથી વધુ છેતરપીડી થઈ હોવાની ફરિયાદ CID ક્રાઈમ બ્રાન્ચમાં કરી છે અને તેના આધારે તપાસ CID પોલીસ હાલ કરી રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લા સહિત અન્ય જિલ્લાના લોકો સાથે પણ આજે કંપનીએ છેતરપીડી કરી છે અને કુલ મળી રૂ. 80 કરોડથી વધુની છેતરપીડી બનાસકાંઠા જિલ્લા સહિત અન્ય જિલ્લામાં આચરી હોઈ શકે છે. 

આ સમાચાર શેર કરો