મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ગેસ લીકેજથી મચી દોડધામ, વોટર વર્કસમાં ક્લોરિન લીકેજ થતાં બે વ્યક્તિઓને અસર

સુરતમાં લોકોને પાણી પૂરું પાડવા માટે વોટર વર્કસ બનાવવામાં આવ્યા છે.

સુરતમાં ગેસ લીકેજથી મચી દોડધામ, વોટર વર્કસમાં ક્લોરિન લીકેજ થતાં બે વ્યક્તિઓને અસર

સુરતમાં લોકોને પાણી પૂરું પાડવા માટે વોટર વર્કસ બનાવવામાં આવ્યા છે. જોકે, અડાજણ વિસ્તારમાં આવેલા જોગાણીનગર વોટર વર્કસમાં ગેસથી દોડધામ મચી ગઈ હતી. તાત્કાલિક ફાયર બ્રિગેડએ ઘટના સ્થળે પહોંચીને અસરગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.

એકને હોસ્પિટલ ખસેડાયો

અડાજણના જોગાણી વોટર વર્કસમાં ક્લોરિન વાયુ લીકેજ થયો હતો. જેથી બે વ્યક્તિઓને અસર પહોંચતા તાત્કાલિક ફાયર બ્રિગેડને ઘટના સ્થળે બોલાવવામાં આવ્યું હતું. ફાયર બ્રિગેડના જવાનોએ અસરગ્રસ્ત બંને વ્યક્તિઓનું રેસ્ક્યુ કર્યું હતું. જેમાં વધારે અસર પામેલા કમલ યાદવ નામના કામદારને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખસેડયો હતો.

ઓક્સિજન સિલિન્ડર સાથે રેસ્ક્યુ

ફાયર બ્રિગેડના અધિકારી ધર્મેશ પટેલે કહ્યું કે, અમને કોલ મળતા હતા. તાત્કાલિક જોગાણી વોટર વર્કસ ખાતે પહોંચી ગયા હતા. ક્લોરિન વાયુ લીકેજ થયો હોવાથી જવાનોએ ઓક્સિજન સિલિન્ડર અને માસ્ક પહેરીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. હરિઓમ દેસાઈ કોન્ટ્રાક્ટરનો કમલ યાદવ નામનો કર્મચારી વધારે અસરગ્રસ્ત હોવાથી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ ક્લોરિન વાયુ લીકેજને બંધ કરવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો