ગુજરાત રોલબોલ રાજ્યકક્ષા સ્પર્ધામાં સુરતની શાળાના વિદ્યાર્થીઓની ટીમ બની ઉપ વિજેતા
ગુજરાત રોલબોલ રાજ્યકક્ષા સ્પર્ધા યોજાઈ હતી. આ રમત સામાન્ય રીતે સ્કેટિંગ એક્ટિવિટી પર આધારિત હોય છ

ગુજરાત રોલબોલ રાજ્યકક્ષા સ્પર્ધા યોજાઈ હતી. આ રમત સામાન્ય રીતે સ્કેટિંગ એક્ટિવિટી પર આધારિત હોય છે. આ રોલબોલ ચેમ્પિયનશિપમાં બે (૨) વય જૂથની કેટેગરીઓ અનુક્રમે અંદર-૧૧ ભાઈઓ-બેહનો અને અંદર- ૧૪ ભાઈઓ-બેહનોની હતી. આ ચેમ્પિયનશિપમાં દરેક વય જૂથમાં કુલ ૦૮ ટીમોએ એટલે કે, ૩૫૦ થી પણ વધારે સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો.
ઉગત-કેનાલ રોડ પર તેમજ ભેસાણ રોડ પાસે, જહાંગીરાબાદ સ્થિત ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલનાં વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો. જેમાં અંડર-૧૧ ભાઈઓની ટીમે ખૂબ આકર્ષક પ્રદર્શન કરી વિજેતા બન્યા હતાં. તેમજ અંડર-૧૪ ભાઈઓ અને બહેનોની ટીમે પણ સરસ પ્રદર્શન કરી ઉપ વિજેતાનું પદ હાંસલ કર્યું હતું.
ગુજરાત રોલબોલ રાજ્યકક્ષા સ્પર્ધા ૨૦૨૪-૨૫ માં સિદ્ધિ પ્રાપ્ત કરીને શાળાનું નામ રોશન કર્યું હતું. આ સિદ્ધિનો તમામ શ્રેય શાળાનાં ટ્રસ્ટી ગણ, શાળાનાં કેમ્પસ ડાયરેકટર, શાળાનાં સ્પોર્ટ્સ કો-ઓર્ડીનેટર તથા શાળાનાં રોલબોલ કોચ પરેશ કોઠારીને જાય છે. જેમણે વિજેતા થયેલ વિદ્યાર્થીમિત્રોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.






