મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: RSS શતાબ્દી વર્ષની ઉજવણી, બોટાદ સ્વામિનારાયણ મંદિર ખાતે ‘વિરાટ હિન્દુ સંમેલન’ યોજાયું

Botad ખાતે સ્વામિનારાયણ મંદિર ખાતે વિરાટ હિન્દુ સંમેલનનું ભવ્ય આયોજન કરવ

તસવીર: gstv

Botad ખાતે સ્વામિનારાયણ મંદિર ખાતે વિરાટ હિન્દુ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સંતો-મહંતો સહિત મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ-બહેનો જોડાયા હતા.

સમગ્ર ગુજરાત અને ભારત વર્ષમાં હિન્દુ જાગરણ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. Rashtriya Swayamsevak Sanghના સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થતા આ વર્ષને શતાબ્દી વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. આ અવસરે દેશભરમાં વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

તે જ અનુસંધાને બોટાદના રજપુત ચોરા વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે વિરાટ હિન્દુ સંમેલન યોજાયું હતું. કાર્યક્રમમાં આત્માનંદ સરસ્વતી (ભજનાનંદ આશ્રમ), માધવ સ્વરૂપદાસજી (સ્વામિનારાયણ ગુરુકુળ), નિર્મળાનંદ સરસ્વતી, નવહથ્થા હનુમાનજી મંદિર, ભાવેશ બાપુ (મહાકાળી ધામ), બાપુ જમનાદાસ (શનિદેવ મંદિર) અને મહાસુખાનંદ બાપુ (દીપચંડી આશ્રમ) સહિત સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો-મહંતોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

બોટાદ શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન હિન્દુ જાગૃતિ અને સાંસ્કૃતિક એકતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.

આ પ્રસંગે Vishva Hindu Parishadના કેન્દ્રીય નેતૃત્વમાંથી ધર્મેન્દ્રભાઈ ભાવાણી, રાષ્ટ્રીય સહમંત્રી (ધર્મ જાગરણ) તરીકે Ahmedabadથી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે હાજર સભ્યોને હિન્દુ સંસ્કૃતિ, એકતા અને જાગૃતિ અંગે પ્રેરક સંબોધન આપ્યું.

આ સમાચાર શેર કરો