મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વલસાડમાં એપાર્ટમેન્ટનું પહેલા માળનું છજુ ધરાશાયી, કાટમાળ પડતાં બે બાઈકનો વળ્યો કડૂસલો

વલસાડમાં જર્જરિત એપાર્ટમેન્ટના પહેલા માળનુ છજું તૂટી પડ્યું હતું. જેથી એપાર્ટમેન્ટના છજા નીચે પાર્ક કરેલી

વલસાડમાં એપાર્ટમેન્ટનું પહેલા માળનું છજુ ધરાશાયી, કાટમાળ પડતાં બે બાઈકનો વળ્યો કડૂસલો

વલસાડમાં જર્જરિત એપાર્ટમેન્ટના પહેલા માળનુ છજું તૂટી પડ્યું હતું. જેથી એપાર્ટમેન્ટના છજા નીચે પાર્ક કરેલી 2 બાઇક કાટમાળ નીચે દબાઈ ગઈ હતી. ધડાકા સાથે છજાનો ભાગ ધરાશાયી થતા સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમને ઘટનાની જાણ થતા તાત્કાલિક પહોંચી એપાર્ટમેન્ટનો જર્જરિત ભાગ અને કાટમાળ દુર કરવાની કામગીરી હાથ ધરી હતી. 

અગાઉ નોટિસ અપાઈ હતી

રામવાડી વિસ્તારમાં આવેલા રામ એપાર્ટમેન્ટ 05 બિલ્ડીંગનો જર્જરિત ભાગ ધરાશાયી થયો હતો. ત્યાર બાદ સોમવારે રાત્રે મદનવાડ ખાતે આવેલા શિવ એપાર્ટમેન્ટના જર્જરિત પહેલા માળની બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો હતો. ધડાકા સાથે મધ્ય રાત્રિએ પહેલા માળની બાલ્કનીનો ભાગ ધરાશાયી થતા સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા.જર્જરિત ઇમારત રીપેરીંગ કરવા અથવા દૂર કરવા વલસાડ નગરપાલિકાએ વારંવાર નોટિસ આપી હતી. 

કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરાઈ

ઘટનાની જાણ નગરપાલિકા અને વીજ કંપનીની ટીમને કરી હતી. વલસાડ નગર પાલિકાની ફાયર ફાઈટરની ટીમ અને વીજ કંપનીની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વીજ કંપનીની ટીમે ઘટનાસ્થળે પહોંચી જર્જરિત એપાર્ટમેન્ટનો વીજ પુરવઠો અટકાવી નગરપાલિકાની ફાયરની ટીમ સાથે જર્જરિત એપાર્ટમેન્ટનો જર્જરિત ભાગ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જર્જરિત ભાગ પડવાથી કોઈને ઇજાઓ ન થતા વહીવટી તંત્ર અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ સમાચાર શેર કરો