મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પીએમ મોદીએ ઉદ્ધાટન કર્યાના પાંચ મહિનામાં જ દ્વારકાના સિગ્નેચર બ્રિજમાં સળિયા દેખાયા, કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા

દ્વારકાના સિગ્નેચર બ્રિજ પર ઉદ્ધાટન કર્યાના પાંચ મહિનામાં જ અમુક જગ્યાએ સળિયા દેખાવવા લાગ્યા છે. એટલું જ નહીં અમુ

પીએમ મોદીએ ઉદ્ધાટન કર્યાના પાંચ મહિનામાં જ દ્વારકાના સિગ્નેચર બ્રિજમાં સળિયા દેખાયા, કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા

દ્વારકાના સિગ્નેચર બ્રિજ પર ઉદ્ધાટન કર્યાના પાંચ મહિનામાં જ અમુક જગ્યાએ સળિયા દેખાવવા લાગ્યા છે. એટલું જ નહીં અમુક જગ્યાએ સાઈડની દિવાલમાં પ્લાસ્ટર ઉખડી ગયેલું જોવા મળ્યું છે. જેના પગલે તંત્રમાં દોડધામ મચી ગઈ છે. બીજી તરફ આ અંગેની તસ્વીર કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ X પોસ્ટ કરીને સરકાર પર સવાલો કર્યા છે. 

અમિત ચાવડાએ એક્સ પર ટ્વીટ કરીને સરકાર પર નિશાન તાક્યું

આ મામલે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ એક્સ પર ટ્વીટ કરીને સરકાર પર નિશાન તાક્યું છે. અમિત ચાવડાએ પોસ્ટમાં લખ્યું કે, નરેન્દ્ર મોદીનું ગુજરાતનું ભ્રષ્ટાચાર મોડલ.

એક બાજુ સૌરાષ્ટ્રમાં દ્વારકા સહિતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે પહેલા વરસાદમાં જ દ્વારકાના સિગ્નેચર બ્રિજ "સુદર્શન સેતુ" પર કેટલીક જગ્યાએ પોપડા ઉખડવા અને સળિયા દેખાવવા લાગ્યા છે. પરિણામે ક્યાંક ને ક્યાંક લોકોના મનમાં સવાલ થઈ રહ્યો છે કે, આ બ્રિજમાં પણ ભ્રષ્ટાચાર થયો છે.

પીએમ મોદીએ ફેબ્રુઆરીમાં કર્યું ઉદ્ધાટન

978 કરોડના ખર્ચે બનેલા સિગ્નેચર બ્રિજનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ફેબ્રુઆરી 2024ના રોજ ઉદ્ધાટન કર્યું હતું. ત્યારે ઉદ્ધાટન કર્યાના પાંચ મહિનામાં જ બ્રિજ પર પોપડા ઉખડવા લાગ્યા છે.. 

શું છે આ બ્રિજની ખાસિયત?

ઓખાથી બેટ દ્વારકાને જોડતા ફોરલેન બ્રિજમાં કેબલ સ્ટેઈડની લંબાઈ આશરે 900 મીટર જેટલી છે. ઓખા તરફ એપ્રોચ બ્રિજની લંબાઈ 770 મીટર છે જ્યારે બેટ દ્વારકા તરફના એપ્રોચ રોડની લંબાઈ 650 મીટરની છે. આ સંપૂર્ણ બ્રિજની લંબાઈ 2320 મીટર જેટલી છે.  ઓખા-બેટ  દ્વારકા વચ્ચે સિગ્નેચર બ્રિજ એ કેબલ-સ્ટેડ બ્રિજ છે જે બેટ દ્વારકા અને ઓખાને કચ્છના અખાતમાં જોડે છે. આ પુલ પર પ્રવાસીઓ માટે 12 જગ્યાએ વ્યુઈંગ ગેલેરી બનાવવામાં આવી છે. સૌથી મોટી વાત એ છે કે પ્રવાસીઓ અરબી સમુદ્ર ઉપરથી વાહનો દ્વારા બેટ દ્વારકા જઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, હરિયાણાની એસ.પી.સિંગલા કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડ કંપનીએ ઓખા-બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજ બનાવ્યો હતો. આ જ કંપની બિહારના ભાગલપુરમાં જે બ્રિજ બનાવતી હતી તે બ્રિજ જૂન 2023માં ધરાશાઈ થયો હતો. એ વખતે બિહારમાં પુલ તૂટવાના પગલે ગુજરાતના પુલોની ગુણવત્તા પર પણ સવાલો ઊઠ્યા હતા. એવી પણ માગ ઊઠી હતી કે સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન થાય તે પહેલાં થર્ડપાર્ટી એક્સપર્ટ ટીમ પાસે ચકાસણી કરાવવી જોઈએ. 

આ સમાચાર શેર કરો