RAJKOT : RMCના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર 1.80 લાખની લાંચ લેતા ઝડપાયા
Rajkot News : રાજકોટ ગેમઝોન આગ ઘટનાના કેસમાં મહાનગર પાલિકાના ચીફ ફાયર ઓફિસ

Rajkot News : રાજકોટ ગેમઝોન આગ ઘટનાના કેસમાં મહાનગર પાલિકાના ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને હાલ તે જેલમાં છે. તેમના સ્થાને અનિલ મારુને ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. હવે આ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ મારુ રૂ.1.80 લાખની લાંચ લેતા ઝડપાયા છે. મળતી માહિતી મુજબ ACBની ટીમે અનિલ મારુને રૂ.1.80 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે.
ફાયર સેફ્ટી ફીટીંગની કામગીરી કરતા RMCના ફરિયાદી ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફીસર અનિલ મારુ પાસે ફાયર NOC માંગવા ગયા હતા. ત્યારે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફીસરે ફરિયાદી પાસે 3 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. ફરિયાદીએ 1.20 લાખ રૂપિયા ત્યારે આપી દીધા હતા અને બાકીના 1.80 લાખ રૂપિયા ચાર-પાંચ દિવસમાં આપી જશે એવું કહ્યું હતું.
ફરિયાદીએ જામનગર ACBનો સંપર્ક કરતા ACBએ રાજકોટ મહાનગરપાલીકાના સેન્ટ્રલ ઝોનની ચીફ ફાયર ઓફીસરની કચેરી ખાતે છટકું ગોઠવી ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફીસર અનિલ મારુને રૂ.1.80 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા.






