સુરતમાં રિક્ષાચાલકે જોખમમાં મૂક્યા જીવ, વિદ્યાર્થીના હાથમાં પકડાવી દીધુ સ્ટીયરીંગ
સુરતના રસ્તાઓ પર રોજે રોજ કોઈકને કોઈ સ્ટન્ટ જોવા મળતાં હોય છે. ત્યારે જીવને જોખમમાં મૂકનાર

સુરતના રસ્તાઓ પર રોજે રોજ કોઈકને કોઈ સ્ટન્ટ જોવા મળતાં હોય છે. ત્યારે જીવને જોખમમાં મૂકનારા યુવકો બાદ હવે માસૂમ વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકવામાં આવતાં હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે. વિદ્યાર્થીઓ ભરેલી રિક્ષામાં ચાલકે બેદરકારી દાખવીને એક વિદ્યાર્થીના હાથમાં સ્ટીયરીંગ પકડાવી દીધું હતું.
જીવ જોખમમાં મૂકાયા
વાયરલ થઈ રહેલા વીડિયો પ્રમાણે રસ્તા પર પૂરપાટ દોડતી રિક્ષામાં વિદ્યાર્થીઓ પાછળ બેઠા હોય છે. સાથે જ એક વિદ્યાર્થી ડ્રાઈવરની બાજુમાં બેઠો હોય છે. તેના હાથમાં રિક્ષાનું સ્ટીયરીંગ હોય છે. આ વિદ્યાર્થી જ રીક્ષા ચલાવી રહ્યો હોવાનું વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે. વિદ્યાર્થીના હાથમાં સ્ટીયરીંગ આપી દેવાતા અન્ય વિદ્યાર્થીના જીવ જોખમમાં મૂકાયા હતાં.
સ્કૂલ ડ્રેસમાં વિદ્યાર્થી
વિદ્યાર્થી સ્કૂલ ડ્રેસમાં રીક્ષા ચલાવતા દેખાયો હતો. કથિત રીતે સમગ્ર વીડિયો ડિંડોલી વિસ્તારનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વીડિયો સાશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોએ સવાલ ઉઠાવ્યા છે. લોકો કહી રહ્યા છે કે, પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હોવા છતાં રીક્ષામાં મર્યાદા કરતાં વધુ બાળકો બેસાડાય છે. સાથે જ આ પ્રકારે વિદ્યાર્થીઓને લઈ જવા કેટલું હિતાવહ છે.








