Junagadh : નિવૃત્ત RFO બન્યા હનીટ્રેપનો શિકાર, અંગત પળોનો Video ઉતારી કરી ₹40 લાખની માંગ
જૂનાગઢ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં નિવૃત્ત વન અધિકારી (RFO) હનીટ

જૂનાગઢ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં નિવૃત્ત વન અધિકારી (RFO) હનીટ્રેપનો શિકાર બન્યા છે. જૂનાગઢમાં રહેતા નિવૃત્ત RFO પી.ટી. કનેરીયાને એક મહિલા અને તેના સાથીઓએ અંગત પળોના વીડિયોના નામે રૂપિયા 40 લાખની ખંડણી માંગી હતી.
કેવી રીતે ફસાયા?
પોલીસ ફરિયાદ મુજબ, નિવૃત્ત RFOનું ઉર્મિલા નામની કથિત મહિલા સાથે છેલ્લા એક વર્ષથી ચેટીંગ (Chatting) ચાલતું હતું. આ સંબંધ દરમિયાન, બંનેએ રાજકોટ અને ચોટીલાની હોટેલોમાં પણ શરીર સંબંધ બાંધ્યા હતા. મહિલાએ આ મુલાકાતો દરમિયાનની અંગત પળોનો વીડિયો ગુપ્ત રીતે ઉતારી લીધો હતો. મહિલા એબોર્શન (ગર્ભપાત)ના નામે પણ સમયાંતરે RFO પાસેથી રૂપિયા પડાવતી હતી.
ખંડણી અને ધમકી
થોડા સમય પહેલાં, RFOને કેટલાક અજાણ્યા ઈસમોએ ફોન કરીને ધમકી આપી હતી. આ ઈસમોએ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને રૂપિયા 40 લાખની માંગણી કરી હતી, જેના કારણે RFO ગભરાઈ ગયા હતા.
પોલીસ ફરિયાદ અને કાર્યવાહી
અંતે, પી.ટી. કનેરીયાએ આ મામલે જૂનાગઢ બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને કથિત મહિલા સહિત કુલ ત્રણ આરોપીઓની અટકાયત કરી છે. પોલીસ આ સમગ્ર રેકેટમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી રહી છે.







