મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: AMCના ટાઉન પ્લાનિંગ ઓફિસરનું એકાએક રાજીનામું, ભાજપ નેતા સાથે થયો હતો વિવાદ!

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ના એસ્ટેટ ટીડીઓ વિભાગમાં નિવૃત્તિ બાદ કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા ટ

અમદાવાદ: AMCના ટાઉન પ્લાનિંગ ઓફિસરનું એકાએક રાજીનામું, ભાજપ નેતા સાથે થયો હતો વિવાદ!

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ના એસ્ટેટ ટીડીઓ વિભાગમાં નિવૃત્તિ બાદ કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા ટાઉન પ્લાનિંગ ઓફિસર રાજેશ પટેલે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. ટીપીઓએએ અચાનક રાજીનામું આપી દેતા AMCમાં ચર્ચાનો વિષય બન્યો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે એએમસીના એસ્ટેટ ટીડીઓ વિભાગમાં નિવૃત્ત થયેલા રાજેશ પટેલ એક વર્ષથી એક્સટેન્શન પર ફરજ બજાવતા હતા. ત્યારે ટાઉન પ્લાનિંગ ઓફિસર રાજેશ પટેલે એકાએક પોતાના હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું છે. એટલું જ નહીં રાજીનામા આપ્યા બાદ તેમણે પોતાનો મોબાઈલ પણ બંધ કરી દીધો હોવાની ચર્ચા થઈ રહી છે. 

ટાઉન પ્લાનિંગ ઓફિસર રાજેશ પટેલે એક રાજકીય વ્યક્તિના મકાનના પ્લાન પાસ કરી રજા ચિઠ્ઠી આપી દેવામાં આવી હતી. જે અંગે ભાજપના એક નેતાને જાણ થતા તેમની ઓફિસમાં જઈને રજા ચિઠ્ઠી કેમ આપવામાં આવી તેને લઈને અધિકારીને ખખડાવ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. આ ઘટના બાદ રાજકીય વ્યક્તિના મકાનના પ્લાન પાસની રજા ચિઠ્ઠી રદ કરી દેવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો