મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

લો બોલો.. વકીલને ‘વોન્ટેડ’ બતાવતા જિલ્લા પોલીસ કચેરીએ વકીલો દ્વારા રજૂઆત

સુરત જિલ્લાના કોસંબા વકીલ પોલીસની મંથરગતિની કામગીરીનો ભોગ બન્યો છે. વર્ષ ૨૦૨૦મ

લો બોલો.. વકીલને ‘વોન્ટેડ’ બતાવતા જિલ્લા પોલીસ કચેરીએ વકીલો દ્વારા રજૂઆત

સુરત જિલ્લાના કોસંબા વકીલ પોલીસની મંથરગતિની કામગીરીનો ભોગ બન્યો છે. વર્ષ ૨૦૨૦માં બે જૂથ સામસામે આવતા વકીલનું નામ FIRમાં આવ્યું હતું. વકીલનો દાવો છે કે તેનું નામ ખોટી રીતે નોંધવામાં આવ્યું હતું અને જે સમયે ઘટના બની ત્યારે વકીલ પોતાના ઘરે હોવાના CCTV ફુટેજ સાથે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી. જે બાદ આજ સુધી ધરપકડ કરવામાં આવી ન હતી. ત્યારે હાલ લોકસભાની ચૂંટણી અનુસંધાને નાસતા-ફરતા આરોપીના નામની યાદીમા વકીલનું નામ પણ સામેલ હોવાનું જાણવા મળતા વકીલ કાગઝી અંચબિત થઇ ગયો હતો.

  • વર્ષ ૨૦૨૦માં વકીલ ઘરે હોવા છતાં આરોપી તરીકે FIRમાં નામ ફીટ કર્યાનો દાવો
  • વકીલ પોતાના ઘરે હોવાના CCTV રજૂ કરતા ધરપકડ કરાઈ ન હતી
  • CCTVના FSL રીપોર્ટ પ્રમાણપત્ર ૪ વર્ષથી પેન્ડીગ રહેતા ચૂંટણી સમયે વકીલનું નામ વોન્ટેડ યાદીમાં આવતા અચરજ

શું છે સમગ્ર ઘટના?

સુરતના કોસંબામાં વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા મહમંદબિલાલ કાગઝી વર્ષ ૨૦૨૦માં પોતાના ઘરે હોવા છતાં એક જૂથ અથડામણમાં તેમનું નામ સામેલ કરી દેવામાં આવ્યું હતું. આ બાબતે વકીલ દ્વારા ઉચ્ચ કક્ષાએ CCTV રજૂ કરવામાં આવ્યા હતા અને હાઈકોર્ટેના દ્વારા ખખડાવ્યા હતા. હાઈકોર્ટેની અરજી વિચારાધીન છે.

જ્યારે ઉચ્ચ અધિકારી દ્વારા કોસંબા પોલીસ પાસે આ બાબતે જવાબ માંગવામાં આવ્યો હતો જેમાં કોસંબા પોલીસ દ્વારા CCTV FSLમાં મોકલવામાં આવ્યા છે અને પ્રમાણપત્રની રાહ જોવાઈ રહી છે. નવાઈની વાત એ છે કે ઘટનાને ૪-૪ વર્ષ વિતવા છતાં FSLના પ્રમાણપત્રની રાહ જોવાઈ રહી અને તેનો ભોગ નિર્દોષ વકીલ બની રહ્યો છે. 

તાજેતરમાં જાહેર થયેલ વોન્ટેડ આરોપીના લીસ્ટમાં મહંમદબિલાલ કાગઝીનું નામ સામેલ હોવાનું સામે આવતા અચજર ફેલાઈ છે. જો કે ચાર‌ વર્ષ મહંમદબિલાલ કાગઝી કોસંબમાં જ છે છતાં પોલિસ દ્વારા ધરપકડ કરવામાં આવી નથી અને હાલ નાસતા ફરતાની યાદીમાં નામ જાહેર કરવામાં આવતા અનેક તર્કવિતર્કો સર્જાયા છે. આ બાબતે કોસંબાના વકીલો દ્વારા જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી ગુન્હાની બી સમરી ભરવા અને ધરપકડ ન કરવા માગ કરવામાં આવી છે.

કોસંબા પોલિસની મંથરગતિ કે પૂર્વગ્રહ ?

પીડિત વકીલ બનાવ સ્થળે નહીં પરંતુ પોતાના ઘરે હાજર હોવાના પૂરાવા આપવા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ના આવી અને ૪-૪ વર્ષ વિતવા છતાં હજુ સુધી CCTV ફુટેજ ખરાઈ માટે FSL પ્રમાણપત્ર મેળવવામાં મંથરગતિ કરી રહી છે.

આ સમાચાર શેર કરો