મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ક્વાંટ બે યુવાનો વચ્ચેના સમલૈંગિક સંબંધોમાં હત્યા, આરોપીના ખુલાસાથી મચ્યો ખળભળાટ

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના બે યુવાનો વચ્ચે સમલૈંગિક સબંધોમાં હત્યા થઇ હતી. જેની તપાસમાં એલસીબી

ક્વાંટ બે યુવાનો વચ્ચેના સમલૈંગિક સંબંધોમાં હત્યા, આરોપીના ખુલાસાથી મચ્યો ખળભળાટ

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના બે યુવાનો વચ્ચે સમલૈંગિક સબંધોમાં હત્યા થઇ હતી. જેની તપાસમાં એલસીબી પોલીસ હાથ ધરતા હત્યારો ઝડપાયો છે. જેમાં ચોંકાવનારા ખુલાસા આરોપીએ કરતા ખળભળાટ મચી ગયો છે. કવાંટ પોલીસ ધરપકડ કરીને રિમાન્ડ માંગવાની કાર્યવાહી પણ કરવામાં આવશે. 

આ પણ વાંચોઃ સુરતમાં ફરી માનવતા શર્મસાર, નવજાત ભૃણ મળી આવતાં લોકોએ વરસાવી ફીટકાર

સમલૈંગિક સંબંધો બાંધવાનું નક્કી કર્યુ

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના જાંમલી ગામના બનસિંગભાઈ ઉર્ફે ખજુરિયાભાઈ રાઠવા અને સાબુભાઈ કરશનભાઈ રાઠવા રહેવાસી બેડીયા તાલુકો કવાંટ વચ્ચે મિત્રતા થતા ચાર પાંચ દિવસ સુધી ફોન ઉપર સંપર્ક માં રહ્યા હતા. બંનેવ મિત્રો સમલૈંગિક સબંધો બાંધવા માટે મિત્રતા કેળવી હતી. પ્રેમ સંબંધમાં આવ્યા હતા. ત્યાર બાદ બન્ને મિત્રો અલગ અલગ ગામોમાંથી આવી અને કવાંટ ખાતે ભેગા થયેલ સમલૈંગિક સબંધો એકાંત જગ્યામાં બાંધેલ ત્યારે બંનેવ મિત્રોએ વારાફરતી એક બીજા સાથે સમલૈંગિક સબંધો બાંધવાનું નક્કી કરવામાં આવ્યું હતું. 

જામલી ગામની સીમમાં સંબંધ બાંધવા ગયા

ત્યાર બાદ ફરીથી બન્ને મિત્રો એક બીજા સાથે સમલૈંગિક સબંધ બાંધવા માટે કવાંટ ખાતે ભેગા થયા હતા. ત્યાંથી બાઈક ઉપર બેસીને બન્ને મિત્રો કવાંટથી ખાટિયાવાંટ તરફ જામલી ગામની સિમમાં પ્રેમ સંબંધ બાંધવા માટે ગયા હતા.ત્યાં વારા ફરતી વારામાં સમલૈંગિક સબંધો બાંધવામાં તકરાર થતા બનસિંગભાઈના ગળામાં બાંધેલા મફલર વડે ગળે તેને ટૂંપો આપીને સાબુભાઈ કરશનભાઇ રાઠવાએ હત્યા કરી હતી.

બીજા સંબંધ બાંધવા ન દેતા હત્યા

સમગ્ર મામલામાં પોલીસે ઝીણવટ ભરી તપાસ હાથ ધરતા સમગ્ર મામલો બહાર આવ્યો છે. જેમાં એક વાર સમલૈંગિક કર્યા બાદ હત્યારાનો વારો આવતા તેને સંબંધો બાંધવા ના દેતા બંન્ને વચ્ચે બબાલ થઇ હતી. જેમાં મફલર વડે ગળું દબાવીને હત્યા કરી હતી. હત્યા કરનાર યુવકની પોલીસને તમામ હકીકતો જણાવતા પોલીસે હત્યાનો ગુન્હો નોંધીને ધરપકડ કરીને તપાસ હાથ ધરતા તેમાં હત્યારાએ હત્યા કરીને મૃતકનું સીમકાર્ડ અને મોબાઈલ કવાંટ ટાઉનમાં આવેલા એક કોતરમાં ફેંકી દીધો હતો. હાલ તો પોલીસે હત્યારાના રિમાન્ડ માંગવાની કાર્યવાહી પણ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો