મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ખંડણીખોર RTI એક્ટિવિસ્ટ સામે લાલ આંખ, 15 લાખ માગનારાનો જાહેરમાં કઢાયો વરઘોડો

સુરતની લાલગેટ પોલીસે RTI કરી લોકો પાસે ખંડણી માગનારા સામે કાર્યવાહી કરી છે. જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો. DCP અને સ્

સુરતમાં ખંડણીખોર RTI એક્ટિવિસ્ટ સામે લાલ આંખ, 15 લાખ માગનારાનો જાહેરમાં કઢાયો વરઘોડો

સુરતની લાલગેટ પોલીસે RTI કરી લોકો પાસે ખંડણી માગનારા સામે કાર્યવાહી કરી છે. જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો. DCP અને સ્થાનિક PI લાલગેટ વિસ્તારમાં આરોપીનું સરઘસ કાઢ્યું હતું. 15 લાખની ખાંડની માંગવામાં આવી હતી. આ પ્રકરણમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે વધુ બે આરોપીની ધરપકડ કરી તેમના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સમગ્ર પ્રકરણમાં એસએમસીના અધિકારીઓ પણ સામેલ છે કે નહીં તે અંગેની પણ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

પોલીસનો સંપર્ક કરવા કહેવાયું

ડીસીપી પિનાકીન પરમારે કહ્યું કે, આજે આરોપીઓને તેના ઘરે લાવીને પંચનામાં કરી રહ્યા છે. લોકો ભયભીત ન થાય આ માટે અમે અપીલ પણ કરી રહ્યા છીએ. જો આવા પ્રકારની કોઈપણ ફરિયાદ હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરે અને કોઈપણ ધમકી કે ખંડણી માગે તો તેને રૂપિયા આપવાની જગ્યાએ પોલીસનો સંપર્ક કરે. આ માટે આજે આરોપીઓને લઈને તેમના વિસ્તારમાં અમે આવ્યા હતા.

બે આરોપીની ધરપકડ

આ ગુનામાં સંડોવાયેલા બે આરોપીની લાલગેટ પોલીસે ધરપકડ કરી આ જ વિસ્તારમાં ફેરવી તેના ઘર સુધી લઈ ગઈ હતી. ઘરની અંદર પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધરી ત્યાંથી વધુ અરજીઓ મેળવી હતી. લાલગેટ પોલીસે ગેરકાયદેસર બાંધકામના નામે બિલ્ડર્સ પાસેથી RTI કરી લાખો રૂપિયાની ખંડણી માગનાર વધુ બે આરોપીની ધરપકડ પોલીસે કરી છે.

આ સમાચાર શેર કરો