નોકરી વાંચ્છુકો માટે ખુશખબર: AMCની 60 જગ્યાઓ માટે યોજાશે ભરતી, જલ્દી કરો અરજી
અમદાવાદમાં અને આસપાસમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે અમદાવાદમાં જ નોકરી મેળવવાની ઉત્તમ તક આવી છે. અ

અમદાવાદમાં અને આસપાસમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે અમદાવાદમાં જ નોકરી મેળવવાની ઉત્તમ તક આવી છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હેલ્થ વિભાગમાં સ્ટાફ નર્સની ભરતી બહાર પાડી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કુલ 60 જગ્યાઓની ભરતી માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.
આ જગ્યાઓ માટે ભરતી
3 ડેપ્યુટી કમિશનર,
1 ચીફ ફાયર ઓફિસર ,
1 એડિશનલ ચીફ ફાયર ઓફિસર,
2 ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ,
3 સહાયક સ્ટેશન ઓફિસર,
10 સહાયક સબ ઓફિસર,
102 સહાયક ફાયરમેન,
1 પ્રિન્સિપલ ડાયરેક્ટર જનરલ ગાર્ડન,
42 આસિસ્ટન્ટ મેનેજર,
612 સહાયક જુનિયર ક્લાર્ક,
119 સહાયક ટેક્નિકલ સુપરવાઈઝર
કુલ 60 જગ્યાઓની ભરતી માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી
AMC ના સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લાંબા સમય બાદ વિવિધ વિભાગોમાં મોટા પાયે ભરતી હાથ ધરવામાં આવશે.
મોટા પાયે ભરતી હાથ ધરવામાં આવશે
જેમાં ખાસ કરીને AMCના વિવિધ વિભાગમાં 750 કરતા વધુ સ્થાન પર ભરતી પ્રક્રિયા હાથ ધરી દેવામાં આવી છે. ફાયરબ્રિગેડ , ઈજનેર , કલારિકલ,ગાર્ડન અને વહીવટી વિભાગમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.








