મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાંથી રીઢા સ્પાઈડર મેન ચોરને ઝડપી લેવાયો, હાઈરાઈઝ બિલ્ડીંગને લેતો નિશાને

સુરતમાં પોલીસને પડકાર ફેંકતા તસ્કરો અવારનવાર ચોરી કરતાં હોય છે. ત્યારે હાઈરાઈઝ અને એપાર્ટમન્ટમાં ફ્લેટમાં સ્પાઈડર મેનની

સુરતમાંથી રીઢા સ્પાઈડર મેન ચોરને ઝડપી લેવાયો, હાઈરાઈઝ બિલ્ડીંગને લેતો નિશાને

સુરતમાં પોલીસને પડકાર ફેંકતા તસ્કરો અવારનવાર ચોરી કરતાં હોય છે. ત્યારે હાઈરાઈઝ અને એપાર્ટમન્ટમાં ફ્લેટમાં સ્પાઈડર મેનની જેમ ઘુસીને ચોરી કરતાં ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીને ઝડપી લઈને અલગ અલગ ગુનાના ભેદ ઉકેલી લેવામાં સફળતા મળી છે. આ સિવાય કયા કયા ગુના આચર્યા તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે. 

60 હજારની ચોરી

અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જીવનદીપ કોમ્પલેક્સના પહેલા માળે વીનશ રેયોનની ઓફિસમાંથી 60 હજારની ચોરી થઈ હતી. મોબાઈલ અને સોનાની કાનમાં પહેરવાની બુટી તથા કેમેરાનું મેમરીકાર્ડ ડીવીઆર સહિતનો સામાનની ચોરી કરવામાં આવી છે. આરોપી વિમલસિંગ ઉર્ફે ભોલા મહેન્દ્રસીંગ રાજપૂત મૂળ ઉત્તરપ્રદેશનો વતની છે અને ગણપતનગર ગોવાલકપાટીયા પાંડેસરા ખાતે રહેતો હતો.

પાંચ માળ સુધી પાઈપથી ચડતો

પકડાયેલ આરોપી વિમલસિંહ ઉર્ફે ભોલા મહેન્દ્રસિંહ રાજપૂત(ઠાકુર) ચોરી કરવા માટે પાઈપવાટે આસાનીથી પાંચ માળ સુધી ચઢીને ચોરી કરી અને પાઈપવાટે જ આસાનીથી નીચે ઉતરી ગયો હતો. આ આધારે ક્રાઈમ બ્રાંચે સીસીટીવી ફૂટે ચેક કરી ખાનગી બાતમીદાર થકી માહિતી આધેરે શીતલ ટોકીઝ રીવરફ્રન્ટ નજીકથી આરોપીને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપી સામે 8 ગુના અગાઉ નોંધાઈ ચૂક્યા છે.

આ સમાચાર શેર કરો