મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ચીભડાં કરતાં બી મોટું! વલસાડમાં 8 બાય 8ની દુકાનનું આટલા લાખ લાઈટ બીલ આવ્યુ, ટેલરને વળી ગયો પરસેવો

ચીભડાં કરતાં બી મોટું તેવો ઘાટ સર્જાયો છે. જેથી ભર શિયાળે દુકાનદારને પરસેવો વળી ગય

ચીભડાં કરતાં બી મોટું! વલસાડમાં 8 બાય 8ની દુકાનનું આટલા લાખ લાઈટ બીલ આવ્યુ, ટેલરને વળી ગયો પરસેવો

ચીભડાં કરતાં બી મોટું તેવો ઘાટ સર્જાયો છે. જેથી ભર શિયાળે દુકાનદારને પરસેવો વળી ગયો હતો. વલસાડના ચોરગલીમાં આવેલી ન્યુ ફેશન ટેલર નામની દુકાનમા એક વ્યક્તિએ દુકાન માલિકને લાઈટ બિલ આપવા માટે આવ્યો હતો. જેમાં દુકાન માલિકે લાઈટ બીલ જોતા તેને ભર શિયાળે પરસેવા છૂટી ગયા હતા. કારણ કે, લાઈટ બીલમાં વીજ વપરાશની રકમ રૂપિયા 86 લાખ હતી. 

આ પણ વાંચોઃ Video: સ્માર્ટ ગુજરાતની વાસ્તવિકતા! પૂરતાં ઈન્ટરનેટના અભાવે e-kycની વિટંબણાનો ભોગ બનતા ગ્રામજનો

બેદરકારી આવી સામે

આ રકમ જોતાની સાથેજ દુકાન માલિકે તેની દુકાનનું લાઈટ બીલ ઓનલાઇન ચેક કરતા તેમાં પણ તેને રૂપિયા 86 લાખનું લાઈટ બીલ જણાયું હતું. આ બાબતે વલસાડ G.E.B ની કચેરીએ તપાસ કરતા જવાબદાર અધિકારીએ સરકારી જવાબ આપતા જણાવ્યું હતું કે, આ બાબતે તપાસ કરીશું. પરંતુ આટલી મોટી બેદરકારી એક નાનકડી દુકાનમા આવતી હોય તો કેટલા લોકો સાથે આવી બેદરકારીઓ થતી હશે તે પણ એક પ્રશ્ન ઊભો થાય છે. 

માલિક મૂકાયા મુશ્કેલીમાં

વલસાડમાં ટેલરની 8 બાય 8ની નાનકડી દુકાનનું લાઈટ બીલ 86 લાખ રૂપિયા આવતા દુકાન માલિક ભારે આશ્ચર્યમાં મૂકાયા છે.  G.E.Bની આવી ગંભીર બેદરકારી પણ સામે આવી છે. ત્યારે આવી મોંઘવારીમા સામાન્ય વ્યક્તિને ઘર ચલાવવા માટેનું મુશ્કેલ બન્યું છે. જેમાં આવું આડેધડ લાઈટ બીલ આપનાર G.E.B વિભાગ સામે પણ ગંભીર પગલા લેવાય તેવી લોકોમાં માંગ ઉઠી છે. કારણ કે, સામાન્ય વ્યક્તિને જ્યારે લાઈટ બીલ ભરવામાં એકાદ મહિનો મોડુ થાય તો G.E.B વિભાગની આખી ફોજ કનેક્શન કાપવા માટે ઉતરી પડે છે. એટલુ જ નહિ પેનલ્ટીના નામે ચાર્જ લગાવે છે. ત્યારે G.E.Bની આવી ગંભીર બેદરકારી સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ.

આ સમાચાર શેર કરો