Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Villagers facing e-kyc taunts due to lack of sufficient internet

Video: સ્માર્ટ ગુજરાતની વાસ્તવિકતા! પૂરતાં ઈન્ટરનેટના અભાવે e-kycની વિટંબણાનો ભોગ બનતા ગ્રામજનો

Timeછેલ્લું અપડેટ : 25 Nov 2024
લાઇવ ટીવીGoogle News

નસવાડી તાલુકાના ધારસિમેલ જૂથ ગ્રામ પંચાયતમાં ઇન્ટરનેટ સેવા ચાલતી નથી. જેથી સાત હજાર જેટલા લોકો રેશનકાર્ડ કેવાઈસી કરાવવા માટે તેમજ જન્મ મરણના દાખલા માટે હેરાન થઈ રહ્યાં છે. ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર વિલેજ ઓપરેટર આ તમામ લોકોને ડુંગર ઉપર ચઢીને લેપટોપના સહારે ઓનલાઇનની કામગીરી કરવા મજબૂર નજીકના ગામમાં ખાનગી કંપનીનું મોબાઈલ ટાવર આવેલો છે. પરંતુ, નેટવર્ક આવે છે. પરંતુ, ઇન્ટરનેટની સેવા મળતી નથી. જેનો ભોગ ગ્રામજનો બને છે. 

App Store

આ પણ વાંચોઃ સુરતમાં દુકાનની આડમાં ધમધમતું કૂટણખાનું, દેહ વ્યાપાર કરતી 7 લલનાઓ સહિત 3 ગ્રાહકો પકડાયાં 

ઈન્ટરનેટ ચાલતું નથી

નસવાડી તાલુકાના ધારસિમેલ જૂથ ગ્રામ પંચાયતમાં ધારસિમેલ, તલાવ, હરખોડ, કુંડા, નિશાના, ઉડેટ ગામોનો સમાવેશ છે. જયારે આ 6 ગામોમાં સાત હજાર જેટલી વસ્તી આવેલી છે. ધારસિમેલ ગામે ગ્રામ પંચાયત કચેરી આવેલી છે. જયારે ધારસિમેલ ગામે કોમ્પ્યુટર વિલેજ ઓપરેટર બેસે છે. તેને રેશનકાર્ડ કેવાઇસી, તેમજ સાત બાર આઠ-અની નકલ તેમજ જન્મ મરણ તેમજ આકરણી પત્રક તેમજ અન્ય કામગીરી કોમ્પ્યુટર ઉપર કરવાની હોય છે. આ કામગીરી માટે ઇન્ટરનેટની સુવિધાની જરૂરિયાત હોય છે. ત્યારે ધારસિમેલ ગામે ઇન્ટરનેટ સેવા ચાલતી નથી. 

ઓપરેટર ચડે છે ડુંગર ઉપર

કોમ્પ્યુટર વિલેજ ઓપરેટરને ઓનલાઇન કામગીરી કરવા માટે નજીકના ડુંગરો ઉપર ઉંચાઈ વાળા ભાગમાં જવું પડે છે. વૃદ્ધ લોકો ડુંગર ચઢી શકતા નથી. જયારે ઇન્ટરનેટ સેવાના કારણે કોમ્પ્યુટર વિલેજ ઓપરેટરને લેપટોપ લઈને જવું પડે છે. આદિવાસી વિસ્તારમાં ગ્રામ પંચાયતમાં તમામ સુવિધા ઉપલબ્ધ હોવા છતાંય ઇન્ટરનેટના વાંકે લોકો હેરાન થઇ રહ્યા છે. ઇન્ટરનેટની સુવિધા મળે તે માટે ખાનગી કંપનીના નેટવર્કના અધિકારીઓને લેખિત અને મૌખિકમાં રજૂઆત કરી છે. પરંતુ સરપંચની રજૂઆત પણ ખાનગી કંપનીના નેટવર્કના અધિકારીઓ સાંભળતા નથી. જયારે કોમ્પ્યુટર વિલેજ ઓપરેટર જોડે લોકો વારંવાર ઝઘડા કરે છે. 

5 જીના યુગમાં સુવિધા 2જીની

સમયસર લોકો કામગીરી કરાવવા માટે આગ્રહ રાખે છે. પરંતુ ઇન્ટરનેટની સમસ્યાના કારણે લોકોના કામ થતા નથી. જયારે કોમ્પ્યુટર વિલેજ ઓપરેટરના જણાવ્યા મુજબ મોટી ગ્રામ પંચાયત છે. 6 ગામોના લોકો કામ અર્થે પંચાયત કચેરી ઉપર આવે છે. પરંતુ ઇન્ટરનેટ સેવાના અભાવે કોઈ પણ સરકારી વેબસાઈટ ચાલી શકતી નથી. તેના કારણે લોકોના કામો થઇ શકતા નથી. જયારે હવે મારે ડુંગર ઉપર લેપટોપ લઈ જઈને કામ કરવું પડે છે. તો પણ અમુક જ લોકોના કામ થાય છે. બીજા લોકોના કામ બાકી રહી જાય છે. જયારે અમારી ગ્રામ પંચાયતને ઇન્ટરનેટ સેવા મળે તે માટે તંત્ર એ પ્રયાસ કરવા જોઈએ. મોબાઈલમાં વાત કરવા માટે નેટવર્ક આવે છે. પરંતુ ઇન્ટરનેટ સેવા ચાલતી નથી. સમગ્ર દેશ 5જી ઇન્ટરનેટ વાપરતો થઇ ગયો છે. ત્યારે અમારા ગામના લોકોને 2જી નેટવર્ક પણ સરખુ મળતું નથી. આવી રીતે અમે જીવી રહ્યા છે. સરકાર ઓનલાઇન કામગીરી કરવા માટે આગ્રહ રાખે છે. ત્યારે આવા ગામડાઓમાં ઇન્ટરનેટની સુવિધા ઉભી કરવી જોઈએ તેવી ગ્રામ જનોની માંગ છે.