મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ભારે વરસાદથી રાવણ દહનને અસર, પૂતળાં પલળી જતાં ફટાકડાને ભેજ લાગતા આતશબાજી નહીં મળે જોવા

સુરતમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે કડકા ભડાકાં સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યા

સુરતમાં ભારે વરસાદથી રાવણ દહનને અસર, પૂતળાં પલળી જતાં ફટાકડાને ભેજ લાગતા આતશબાજી નહીં મળે જોવા

સુરતમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે કડકા ભડાકાં સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે શહેરમાં છેલ્લા બે કલાકમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. ત્યારે દશેરાના નિમિત્તે રાવણ દહન કાર્યક્રમ પર પણ તેની અસર જોવા મળી રહી છે. ભારે વરસાદના કારણે રાવણ પલળી ગયો છે.

ફટાકડાને લાગ્યો ભેજ

વેસુ અને લીંબાયત વિસ્તારમાં રાવણ દહન કાર્યક્રમ છે. ત્યાં ગ્રાઉન્ડ પર ભારે વરસાદથી કિચડની સ્થિતિ ઊભી થઈ છે. રાવણને ઢાંકવાનો પણ પ્રયાસ કરાયો હતો. પરંતુ ભારે વરસાદના કારણે પૂતળા ભીંજાઈ ગયા છે. તેમ છતાં આયોજકો કહી રહ્યા છે કે, જ્યારે સાંજે વરસાદ ઓછો થશે, ત્યારે રાવણ દહન કરવામાં આવશે. કાર્યક્રમમાં આતિશબાજી અને ફટાકડા ફોડવામાં આવે છે .પરંતુ હાલની પરિસ્થિતિના કારણે ફટાકડામાં પણ ભેજ લાગી ગયા છે. જેથી આયોજકો માની રહ્યા છે કે, જે ભવ્ય આયોજન થવાનું હતું. તે થઈ શકશે નહીં. સાંજે 6 વાગ્યે રાવણ દહન કાર્યક્રમ આયોજિત થનાર છે. ગ્રાઉન્ડ પર પાણી છે. 70 ફૂટના રાવણ સાથે પ્રથમ વાર મેઘનાથ અને કુંભકર્ણના પૂતળા પણ બનાવામાં આવ્યા છે. 

વરસાદ બંધ થતા જ રાવણ દહન થશે

હાલ વરસાદના કારણે રાવણ પલડી ગયો છે. પરંતુ વરસાદ સાંજ સુધીમાં જો રોકાઈ જશે તો ચોક્કસથી રાવણ દહન કરવામાં આવશે. કેરોસીન નાખીને પણ રાવણ દહન કરવામાં આવશે. ફટાકડામાં પણ ભેજ લાગવાના કારણે લોકોને ભવ્ય આતિશબાજી જોવા મળશે નહીં એવું લાગી રહ્યું છે.

વેસુમાં ગોઠણ સમા પાણી

શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. અચાનક ધોધમાર વરસાદના પગલે વાહનચાલકો અટવાયા હતાં. જેથી વરસતા વરસાદથી બચવા બ્રિજનો સહારો લીધો હતો. એક કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. નીચાણ વાળા વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે. વેસુ વિસ્તારમાં મહાવીર યુનિવર્સિટી સામે ગોઠણ ડૂબ પાણી ભરાયા છે. 

આ સમાચાર શેર કરો