મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ / રાણીપ પોલીસ સ્ટેશનના PI બી.ડી.ગોહિલને સસ્પેન્ડ કરાયા, જાણો શું છે મામલો

Ahmedabad News : અમદાવાદ શહેર પોલીસના રાણીપ પોલીસ સ્ટેશનના PI બી.ડી.ગોહિલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.રાણીપ

અમદાવાદ / રાણીપ પોલીસ સ્ટેશનના PI બી.ડી.ગોહિલને સસ્પેન્ડ કરાયા, જાણો શું છે મામલો

Ahmedabad News :  અમદાવાદ શહેર પોલીસના રાણીપ પોલીસ સ્ટેશનના PI બી.ડી.ગોહિલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.રાણીપમાં સસ્તા અનાજની દુકાન તોડવામાં શંકાસ્પદ ગતિવિધિ બદલ તેમના પર કાર્યવાહી કરતા શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિકે PI બી.ડી.ગોહિલને સસ્પેન્ડ કર્યા છે. 

રાણીપમાં રથયાત્રાના દિવસે સસ્તા અનાજની દુકાન તોડી પાડવામાં આવી હતી. બિલ્ડરે દુકાન તોડ્યા પહેલા આ બાબતે ભોગ બનનાર દુકાનદારે રાણીપ પોલીસ સ્ટેશનમાં ત્રણ વખત અરજી કરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટરે ફરિયાદીની અરજી ધ્યાને લઈને કાર્યવાહી ન ન કરતા બિલ્ડર દ્વારા દુકાન તોડી પાડવામાં આવી હતી. 

આ મામલે રાણીપ પોલીસ સ્ટેશનના PI બી.ડી.ગોહિલ અને બિલ્ડર સામે તપાસ કરવામાં આવી હતી. સમગ્ર મામલે  PI બી.ડી.ગોહિલની શંકાસ્પદ ગતિવિધિ જણાતા શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિકે PI બી.ડી.ગોહિલને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે. 

શું બની હતી ઘટના ? 

રાણીપ વિસ્તારમાં વનાપુરમાંત્રિલોકનાથ સોસાયટીમાં ફરિયાદી કમલભાઈ રતનભાઈ થાઉમલ સેવકાણી  પોતાના કબ્જાની દુકાન નંબર -2 અને  નંબર -3માં મહિલા ગ્રાહક સહ ભંડાર નામની રાશનકાર્ડની દુકાન ચલાવી ધંધો વેપાર કરતા હતા. 

દુકાન અંગે દુકાન માલિક તેમજ આરોપી બિલ્ડર સામે દિવાની દાવા નામદાર કોર્ટમાં ચાલતા હોવા છતાં આરોપીએ દુકાનનું તાળું તોડી તેમાં પ્રવેશ કરી દુકાનમાં રહેલ આઈ.બી.એમ. કંપનીનું લેપટોપ કિંમત રૂપિયા ૨૦,૦૦૦/- તથા બંને દુકાનનો સર - સામાન કુલ રૂપિયા ૫૦,૦૦૦/- તથા અનાજનો જથ્થો કિંમત રૂપિયા ૯૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૧,૬૦,૦૦૦/- ની ચોરી કરી તથા સરકારી અનાજ બદદાનતથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી તથા ફરીયાદીની બંને દુકાનનું બાંધકામ તોડીનાખી રૂપિયા ૮,૦૦,૦૦૦/- નું નુકશાન કર્યું હતું. 

આ બાબતે ફરિયાદી દુકાનદારે રાણીપ પોલીસ સ્ટેશનમાં  ૦૭/૦૭/૨૦૨૪ના રોજ ફરિયાદ કરતા બી.એન.એસ. કલમ ૩૦૫, ૩૩૧(૧), ૩૨૩, ૩૨૪(૩), ૩૨૪(૫), ૩૧૧(૩) મુજબનો ગુન્હો તા.૦૮/૦૭/૨૦૨૪ના રોજ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 

ફરિયાદીએ  3 વાર અરજી કરી હતી, PI બી.ડી.ગોહિલે કોઈ કાર્યવાહી ન કરી 

બિલ્ડરે ૦૭/૦૭/૨૦૨૪ના રોજ દુકાન તોડ્યા પહેલા ફરીયાદી કમલભાઈ રતનભાઈ થાઉમલ સેવકાણીએ રાણીપ પોલીસ સ્ટેશન ખાતે લેખિતમાં તા.૧૩/૦૬/૨૦૨૪, તા.૨૧/૦૬/૨૦૨૪ તથા તા.૨૪/૦૬/૨૦૨૪ એમ ત્રણ વાર અરજીઓ આપી હતી. 

ફરીયાદીએ અરજીમાં જણાવેલ કે હાલ દુકાનો ઉપર બે સિવીલ દાવા ચાલુ છે અને ફરિયાદીએ દુકાનોને નુકશાન થઈ શકે તેવી દહેશત દર્શાવી હતી. સામેવાળા આ દુકાનોને તોડી પાડશે અને સરકારી અનાજના જથ્થાને મોટુ નુકશાન પહોંચાડી ચોરી કરશે વિગેરે મુજબની અરજીની કરી  રજૂઆત કરી હોવા છતાં રાણીપ પોલીસ સ્ટેશનના PI બી.ડી.ગોહિલે કોઈ કાર્યવાહી કરી ન હતી. 

આ સમાચાર શેર કરો