મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Dangમાં પોલીસના દમન વિરુદ્ધ રેલી, વરસતા વરસાદમાં રસ્તા પર ઉતર્યા લોકો

ડાંગ જિલ્લા ડેમ બચાવો સંઘર્ષ સમિતિએ ધારાસભ્ય અનંત પટેલની આગેવાની હેઠળ આદિવાસી સમાજની પોલીસના દમન

ડાંગ જિલ્લા ડેમ બચાવો સંઘર્ષ સમિતિએ ધારાસભ્ય અનંત પટેલની આગેવાની હેઠળ આદિવાસી સમાજની પોલીસના દમન વિરુદ્ધ આક્રોશ રેલી નીકળી હતી. મામલતદારને આવેદન પત્ર આપી પોલીસ અધિકારી સામે પગલાં લેવા અરજ કરી હતી. રેલીમાં  ડાંગના રાજા ધનરાજસિંહ સૂર્યવંશી પણ જોડાયા હતા.

સ્થાનિકો સાથે સંઘર્ષ પોલીસનો થયેલો

ગત 14 તારીખના રોજ પાર તાપી રિવરલીન્કના વિરોધમાં ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ડેમ બચાવો સંઘર્ષ સમિતિએ ધમરપુર ખાતે રેલીનું આયોજન હતું, આ રેલીમાં જોડાવા માટે જઈ રહેલા ડાંગના આદિવાસી સમાજના લોકોને ડાંગ પોલીસે રોકી રાખ્યા હતા. લોકોની ગાડીઓમાંથી ચાવી લઈ લેવામાં આવી હતી. કેટલાક નેતાઓને ટીંગાટોળી કરીને અટકાય પણ કરવામાં આવી હતી.આ સમયે પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.

જવાબદાર સામે પગલા લેવા માગ

આ સંદર્ભે ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વઘઇ સર્કલ ખાતેથી પોલીસ વિરુદ્ધ આક્રોશ રેલી નીકળી હતી. વરસતા વરસાદમાં 1000 થી વધુ લોકો રેલીમાં જોડાયા હતા. વઘઇ મામલતદારને આવેદન પત્ર આપી જવાબદાર પોલીસ અધિકારી સામે પગલા લેવા જણાવ્યું હતું. રેલીમાં ડાંગના રાજા ધનરાજસિંહ સૂર્યવંશી પણ જોડાતા  આદિવાસી સમાજમાં ઉત્સાહ વધી ગયો હતો.

આ સમાચાર શેર કરો