મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Dangમાં વરસાદી માહોલ, ધીમેધારે વરસાદ પડવાથી પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઉઠ્યું

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ વચ્ચે મેઘ રાજાની મહેર જોવા મળી રહી છે. ગુજરાતમાં મોટાભ

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ વચ્ચે મેઘ રાજાની મહેર જોવા મળી રહી છે. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વત્તાઓછા પ્રમાણમાં વરસાદ પડી રહ્યો છે. એક સપ્તાહમાં ધબધબાટી બોલાવ્યા બાદ હવે વરસાદ નરમ પડ્યો છે. ત્યારે ડાંગ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. ગિરિમથક સાપુતારા ખાતે ધુમ્મસિયુ વાતાવરણ થઈ ગયું છે. ડાંગ જિલ્લામાં એકધારો ધીમેધારે વરસાદ પડવાથી ત્યાં ધોધ સક્રિય થયો છે. જેના કારણે પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. 

છેલ્લા 24 કલાકમાં આહવા વિસ્તારમાં 1.75 ઈંચ વરસાદ નોંધાયો છે. વધઈમાં 1.76 ઈંચ, સુબીરમાં 1.25 ઈંચ અને સાપુતારામાં 2.76 ઈંચ વરસાદ નોંધાયો છે. 

આ સમાચાર શેર કરો