જુનાગઢ: ગુજસીટોક કેસમાં રાજુ સોલંકી સહિતના આરોપીઓ ત્રણ દિવસના રિમાન્ડ પર
દલિત સમાજના આગેવાન રાજુ સોલંકી સહિતના આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે.ગઈકાલે

દલિત સમાજના આગેવાન રાજુ સોલંકી સહિતના આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે.ગઈકાલે પોલીસે ગુજસીટોકનો ગુન્હો દાખલ કરી ધરપકડ કરી હતી. ત્યારે આજે પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં કોર્ટે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
અગાઉ નોંધાયેલા ગુનામાં પોલીસે હવે કેમ કરી કાર્યવાહી?
બીજી તરફ રાજુ સોલંકીના વકીલ દિનેશ પાતરાએ કહ્યું કે, મુસ્લિમ ધર્મ અંગિકાર કરવાની ચીમકીને લઇને પોલીસે આ પ્રકારની કાર્યવાહી કરી છે. અગાઉ નોંધાયેલા ગુનામાં પોલીસે હવે કેમ કરી કાર્યવાહી? વધુમાં કહ્યું કે, જયરાજસિંહના દીકરા વિરુદ્ધ કેસ કર્યો છે માટે સરકારે કિન્નાખોરી રાખીને આવા કેસ કર્યા છે.
શનિવારે પોલીસે જણાવ્યું કે, હત્યાનો પ્રયાસ, ધાક ધમકી, ચોરી, લૂંટ સહિતના અનેક ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલા હતા. જેને લઈને રાજુ સોલંકી, જયેશ ઉર્ફે જવો સોલંકી, સંજય સોલંકી, દેવ સોલંકી, યોગેશ બગડા વિરૂદ્ધ ગુજસીટોક કાયદા અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો હતો.
'મુસ્લિમ ધર્મ અંગીકાર કરશું'
ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ દ્વારા દલિત યુવાનને જીવલેણ માર મારવાના વિરોધમાં ગોંડલ ખાતે મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. એટલું જ નહીં મોણપરી ખાતે પણ દલિત સમાજની માગણીઓને ન્યાય મળે તે માટે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દલિત યુવકના અપહરણ કેસમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાનુ રાજીનામું અને જયરાજસિંહ જાડેજાની 120બી મુજબની ધરપકડ કરવામાં નહીં આવે તો તે ઇસ્લામ ધર્મ અંગીકાર કરવાની ચિમકી ઉચ્ચારી હતી.








