Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : VIDEO: Library ruins in Jayesh Radadiya's stronghold, books eaten by termites and paper money found inside!

VIDEO: જયેશ રાદડિયાના ગઢમાં જ લાઈબ્રેરી ખંડેર, પુસ્તકો ઉધઈ ખાઈ ગઈ અને અંદરથી મળ્યા ગંજીપત્તા!

Timeછેલ્લું અપડેટ : 27 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

 VIDEO: જેતપુર-જામકંડોરણાના કદાવર નેતા અને ધારાસભ્ય જયેશ રાદડિયાનું હોમ ટાઉન ગણાતું જામકંડોરણા માળખાકીય સુવિધાઓ માટે વલખાં મારી રહ્યું છે. વિકાસના મોટા-મોટા દાવાઓ વચ્ચે અહીંની સરકારી લાઈબ્રેરીની જે શરમજનક હાલત સામે આવી છે, તે તંત્રની પોલ ખોલવા માટે પૂરતી છે. 70 હજારથી વધુની વસ્તી ધરાવતા આ શહેરમાં વિદ્યાર્થીઓ માટે આવેલી એકમાત્ર લાઈબ્રેરી હાલ ખંડેરમાં ફેરવાઈ ચૂકી છે. જ્યાં પુસ્તકોને ઉધઈ ખાઈ રહી છે, અને આઘાતજનક રીતે વિદ્યાના આ મંદિરમાંથી જુગાર રમવાના ગંજીપત્તા મળી આવ્યા છે.

App Store

પિતાની વેદના: દીકરીઓના ભવિષ્ય માટે ભટકતા વાલીની રજૂઆત

આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે સ્થાનિક રહીશ અતુલભાઈ લશ્કરી તેમની દીકરીઓ (જેઓ હાલ બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહી છે) માટે વાંચવાની યોગ્ય જગ્યા શોધવા લાઈબ્રેરી પહોંચ્યા. ત્યાંની હાલત જોઈ તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. લાઈબ્રેરીમાં મહિલાઓ માટે શૌચાલય કે પીવાના પાણીની કોઈ સુવિધા નથી. છત પરથી પાણી ટપકવાને કારણે કિંમતી પુસ્તકો સડી ગયા છે. અતુલભાઈએ આ બાબતે કલેક્ટર અને વિકાસ કમિશનર સુધી લેખિત રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે.

તંત્રનો લૂલો બચાવ

લાઈબ્રેરીના પાર્ટ-ટાઈમ કર્મચારીએ સ્વીકાર્યું હતું કે જૂના મકાનને કારણે પુસ્તકો પલળી ગયા છે અને સ્ટોર રૂમ ભંગારથી ભરેલો છે. જોકે, ગંજીપત્તા બાબતે તેમણે અજ્ઞાનતા વ્યક્ત કરી હતી. બીજી તરફ, મામલો ગરમાતા તાલુકા વિકાસ અધિકારી (TDO) અને ગ્રામ પંચાયત હરકતમાં આવી છે. TDOએ જણાવ્યું કે, "મેં જાતે મુલાકાત લીધી છે અને તાત્કાલિક સફાઈ તેમજ પાણી-શૌચાલયની વ્યવસ્થા કરવા સૂચના આપી છે. નવી લાઈબ્રેરી માટે એસ.ટી. સ્ટેન્ડ પાસે જગ્યા શોધીને દરખાસ્ત મોકલી દેવામાં આવી છે."

સવાલ જનતાનો: શું માત્ર આશ્વાસનો જ મળશે?

સવાલ એ ઊભો થાય છે કે જેતપુર-જામકંડોરણાના કદાવર નેતા જયેશ રાદડિયાના પોતાના ગામમાં જ જો આવી સ્થિતિ હોય, તો રાજ્યના અન્ય અંતરિયાળ વિસ્તારોની શું હાલત હશે? શું જામકંડોરણાના યુવાનોને ખરેખર આધુનિક સુવિધા મળશે કે પછી આ માત્ર ચૂંટણીલક્ષી વાયદા બનીને રહી જશે?