Video: અમેરિકન ડ્રાયફ્રુટ્સના ભાવમાં 30થી 35 ટકાનો વધારો, અંજીરના ભાવ ઘટ્યાં

રાજકોટમાં દિવાળીના તહેવારને લઈને ડ્રાયફ્રુટ બજારમાં ધીમે ધીમે ઘરાકી વધી રહી છે, પરંતુ આ વર્ષે ભાવવધારાએ ગ્રાહકોનું બજેટ ખોરવ્યું છે. આંતરરાષ્ટ્રીય તણાવની અસર વચ્ચે અમેરિકન ડ્રાયફ્રુટના ભાવમાં 35થી 55 ટકા સુધીનો વધારો નોંધાયો છે. ગયા વર્ષે 800 રૂપિયે કિલો મળતી બદામના ભાવ વધીને 1100થી 1200 રૂપિયા, જ્યારે પિસ્તાના ભાવ 1800થી 2200 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચ્યા છે. જોકે, નવા પાકની આવકથી અંજીરના ભાવમાં રાહત મળી છે. ગયા વર્ષે 3 હજાર રૂપિયે કિલો મળતા અંજીર હવે ગુણવત્તા પ્રમાણે 600થી 1 હજાર 200 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે. બીજી તરફ, દિવાળીમાં સગાંસંબંધીઓ, ગ્રાહકો અને કર્મચારીઓને ભેટ આપવા માટે ડ્રાયફ્રુટ ગિફ્ટ બોક્સની માંગ વધી રહી છે. મોંઘવારી વચ્ચે ગ્રાહકો હવે બજેટને અનુરૂપ ડ્રાયફ્રુટના વિકલ્પો પસંદ કરી રહ્યા છે.
જાહેરાત





