સુરેન્દ્રનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની ટીમના દરોડા, દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ

સુરેન્દ્રનગરમાં રેન્જ IG નિર્લિપ રાયની ટીમના દરોડા, દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

સુરેન્દ્રનગરના ચુલી નજીક રેન્જ આઈ.જી. નિર્લિપ રાયની ટીમે દરોડો પાડીને દારૂની મોટી હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. દરોડા દરમિયાન દારૂની 17,304 બોટલો ભરેલી ટ્રક ઝડપી લેવામાં આવી હતી. આ કાર્યવાહીથી સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે.

7 ઈસમો સામે ગુનો દાખલ

પ્રાથમિક વિગતો અનુસાર, દારૂ ભરેલી ટ્રકને રસ્તામાં પાયલોટિંગ પણ આપવામાં આવતું હોવાનો ખુલાસો થયો છે. એટલે કે, દારૂની હેરાફેરી દરમિયાન ટ્રકને સુરક્ષિત રીતે પસાર કરાવવા માટે અન્ય વાહનો દ્વારા મદદ કરવામાં આવતી હોવાની આશંકા છે. આ મામલે કુલ 7 ઈસમો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

જાહેરાત

રેન્જ આઈ.જી.ની ટીમે આ કાર્યવાહી દરમિયાન કુલ રૂ.90.48 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સ્થાનિક પોલીસની નજરથી આટલી મોટી માત્રામાં દારૂ ભરેલી ટ્રક કેવી રીતે પસાર થઈ તે મુદ્દે સવાલો ઊભા થયા છે. બીજી તરફ, આ ઘટનાને પગલે ટૂંક સમયમાં સ્થાનિક પોલીસના જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત