Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Video/ Honeytrap Retired teacher called to hotel and extorted ₹12 lakh!

Video/ Rajkotમાં હનીટ્રેપનો ખેલ: નિવૃત્ત શિક્ષકને જમીન બતાવવાના બહાને હોટલમાં બોલાવી ₹12 લાખ પડાવ્યા!

Timeછેલ્લું અપડેટ : 12 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે, ત્યારે વધુ એક નિવૃત્ત શિક્ષક હનીટ્રેપનો શિકાર બન્યા હોવાની વિગતો સામે આવી છે. બોટાદના રહેવાસી એક નિવૃત્ત શિક્ષકે ગાંધીનગરની યુવતી અને તેની અન્ય બે સાગરીત યુવતીઓ વિરુદ્ધ રાજકોટના 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

App Store

જમીન બતાવવાના બહાને હોટલમાં બોલાવ્યા

મળતી માહિતી મુજબ, ગાંધીનગરની પાયલ પટેલ નામની યુવતીએ નિવૃત્ત શિક્ષકનો સંપર્ક કર્યો હતો અને તેમને રાજકોટમાં જમીન બતાવવાના બહાને બોલાવ્યા હતા. શિક્ષક રાજકોટ આવ્યા ત્યારે તેમને એક હોટલના રૂમમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં પૂર્વ આયોજિત કાવતરા મુજબ અન્ય બે યુવતીઓ પણ હાજર હતી.

બળજબરીથી વીડિયો ઉતાર્યો અને અપહરણ કર્યું

હોટલના રૂમમાં એક યુવતીએ શિક્ષક સાથે મરજી વિરુદ્ધ સંબંધ બાંધી બળજબરી કરી હતી, જ્યારે બીજી યુવતીએ આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી લીધો હતો. આ વીડિયોના આધારે શિક્ષકને બ્લેકમેલ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, આરોપી યુવતીઓએ શિક્ષકનું અપહરણ પણ કર્યું હતું.

₹85 લાખની માંગણી અને ₹12 લાખની ખંડણી

શિક્ષકને બદનામ કરવાની ધમકી આપીને શરૂઆતમાં ₹85 લાખની તોતિંગ રકમ માંગવામાં આવી હતી. લાંબી રકઝક અને ધમકીઓ બાદ છેલ્લે ₹12 લાખમાં સોદો નક્કી થયો હતો. આબરૂ બચાવવા માટે નિવૃત્ત શિક્ષકે આરોપીઓને ₹12 લાખ ચૂકવી દીધા હતા. જોકે, સતત વધતી હેરાનગતિથી કંટાળીને અંતે તેમણે પોલીસનો આશરો લીધો છે.

પોલીસ કાર્યવાહી

રાજકોટ 'એ' ડિવિઝન પોલીસે આ મામલે પાયલ પટેલ અને તેની સાથી યુવતીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ટોળકીએ અન્ય કેટલા લોકોને શિકાર બનાવ્યા છે તે દિશામાં પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.