Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Rajkot news: Two people fatally attack a young man outside his office in Hasanwadi, seriously injured young man in hospital

Rajkot news: હસનવાડીમાં ઓફિસ બહાર જ યુવક પર બે લોકોનો જીવલેણ હુમલો, ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવાન હોસ્પિટલમાં

Timeછેલ્લું અપડેટ : 24 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Rajkot news:  હસનવાડીમાં ઓફિસ બહાર જ યુવક પર બે લોકોનો જીવલેણ હુમલો, ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવાન હોસ્પિટલમાં
સોર્સ : GSTV

રાજકોટ શહેરના હસનવાડી વિસ્તારમાં સોમવારે (23મી ફેબ્રુઆરી) મોડી રાત્રે લોહિયાળ ખેલ ખેલાયો હતો. એક કુરિયર ઓફિસમાં કામ કરતા અમન સંધી નામના યુવક પર બે શખસોએ અચાનક હુમલો કરી, છરીના ઉપરાછાપરી 7 ઘા ઝીંકી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. હુમલો કરી આરોપીઓ ફરાર થઈ ગયા છે, જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવક હાલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.

App Store

ઓફિસમાં કામ કરી રહ્યો હતો અને કાળ બનીને ત્રાટક્યા શખસો

મળતી માહિતી અનુસાર, સોમવારે (23 ફેબ્રુઆરી) રાત્રિના સમયે અમન સંધી પોતાની ઓફિસ પર કામ કરી રહ્યો હતો. આ દરમિયાન અચાનક બે શખસો ઓફિસમાં ઘસી આવ્યા હતા. કોઈ પણ વાત સમજાય તે પહેલા જ તેમણે અમન સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી દીધી હતી. જોતજોતામાં મામલો એટલો બિચક્યો કે એક શખસે પોતાની પાસે રહેલી તીક્ષ્ણ છરી કાઢી અમન પર જીવલેણ હુમલો કરી દીધો હતો.

દારૂ પીવા બાબતે થઈ હતી માથાકૂટ!

ભક્તિનગર પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી છે. હુમલા પાછળ ભૂરીયો અને ભગત નામના બે શખસોના નામ સામે આવ્યા છે. ઈજાગ્રસ્ત અમનને આ શખસો સાથે થોડા સમય પહેલા દારૂ પીવા બાબતે ઝઘડો થયો હતો. આ જૂની અદાવતનો ખાર રાખીને બંને શખસોએ આયોજનબદ્ધ રીતે ઓફિસમાં ઘુસીને હુમલો કર્યો હોવાનું મનાય છે.

હુમલાના પગલે ઓફિસ માલિક અને આસપાસના લોકો દોડી આવતા હુમલાખોરો નાસી છૂટ્યા હતા. લોહીલુહાણ હાલતમાં અમનને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને ભક્તિનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. પોલીસે ઓફિસ અને આસપાસના સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે, જેના આધારે ભૂરીયો અને ભગતને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરવામાં આવી છે.