Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Rajkot News: Gondal Taluka Congress President made this demand to the District Collector, threatened to reach the PMO

Rajkot News: ગોંડલ તાલુકા કોંગ્રેસ પ્રમુખે કરી જિલ્લા કલેક્ટરને આ માગ, ઉચ્ચારી PMO સુધી પહોંચવાની ચીમકી

Timeછેલ્લું અપડેટ : 06 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજકોટના ગોંડલ પંથકથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં બાયોડીઝલના નામે 'કાળું' કારસ્તાન ચાલતું હોવાની બૂમો ઉઠતી જોવા મળી છે. Dastak અને MEE કંપનીના લાઈસન્સના આધારે ધમધમતા પંપો સામે તપાસની ઉગ્ર માગ ઉઠી છે.

App Store

કોંગ્રેસ પ્રમુખે જિલ્લા કલેક્ટરને પત્ર લખી કરી રજૂઆત

ગોંડલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હર્ષદસિંહ ઝાલાએ જિલ્લા કલેક્ટરને પત્ર લખી આ મામલે રજૂઆત કરી છે. બાયોડીઝલના નામે પ્રતિબંધિત અને પ્રદૂષણ ફેલાવતા ઈંધણનું ગેરકાયદે વેચાણ થતું હોવાનો દાવો પત્રમાં કરવામાં આવ્યો છે. સાથે ખોટા આધાર-પુરાવા પર ચાલતા આવા શંકાસ્પદ પંપો પર દરોડા પાડી લેબોરેટરી ટેસ્ટિંગ કરાવવા માગ કરવામાં આવી છે.

મુખ્યમંત્રી અને એસપીને પણ પત્રની નકલ રવાના

પત્રમાં હાઈવેની આસપાસ ધમધમતા આ પંપોથી પર્યાવરણને નુકસાન થયું હોવાનું જણાવ્યું છે. ઉપરાંત સરકારી ટેક્સની ચોરી થતી હોવાની રજૂઆત પણ કરવામાં આવી છે. કોંગ્રેસ અગ્રણીએ મુખ્યમંત્રી અને એસપીને પણ નકલ રવાના કરી છે. કોંગ્રેસ પ્રમુખ હર્ષદસિંહ ઝાલાએ આ મુદ્દે કડક કાર્યવાહીની અપીલ કરી છે. તેમજ આ મામલે કાર્યવાહી ન કરવામાં આવે તો કોંગ્રેસ પ્રમુખે PMO સુધી પહોંચવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

ટોપિક્સ:gstv newsgstvgstv liverajkot news