રાજકોટ: બોગસ દસ્તાવેજો મામલે સરકારી અધિકારીઓ ફરતે કસાશે સકંજો, પોલીસે શરૂ કરી તપાસ
સબ રજીસ્ટ્રાર કચેરીમાં બોગસ દસ્તાવેજોનો કેસ મામલે હવે વિવાદ વધ્યો છે.એવ

સબ રજીસ્ટ્રાર કચેરીમાં બોગસ દસ્તાવેજોનો કેસ મામલે હવે વિવાદ વધ્યો છે.એવામાં હવે આ કેસમાં સરકારી અધિકારીઓ સામે પણ સકંજો કસાય શકે છે. રેવન્યૂ મામલતદાર,રજીસ્ટ્રાર કચેરીના અધિકારીથી લઇને તલાટી મંત્રી સુધીના સરકારી કર્મચારીઓની શું જવાબદારી છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરવામાં આવી છે.
રજીસ્ટ્રાર ઓફિસના કોમ્પ્યુટર કબ્જે કરવામાં આવ્યા
આ અંગે પોલીસે દ્વારા રજીસ્ટ્રાર ઓફિસના કોમ્પ્યુટર કબ્જે કરવામાં આવ્યા છે. ગાંધીનગરથી રેવન્યૂના અધિકારી દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે. કૌભાડીઓએ રૈયા સર્વે નંબરમાં આવેલી 3663.70 ચોરસવાર બીનખેતી થયેલી જમીન જેની અંદાજિત કિંમત 15 કરોડ રૂપિયા જેટલી થાય છે.
દસ્તાવેજો બનાવીને કૌભાંડ આચર્યું
આ સર્વે નંબરના 9 દસ્તાવેજો બનાવીને કૌભાંડ આચર્યું છે. આ ઉપરાંત રાજકોટ શહેર રેવન્યૂ સર્વે નંબર 66ની 335 કરોડની કિંમતની 22 એકરથી વધુની ખેતીની જમીન, મવડીમાં 120 કરોડની 8 એકર જેટલી જમીન, માંડા ડુંગરની 21 કરોડની 3 એકર જેટલી જમીન, રૈયાની 65 કરોડની 4 એકર જમીનના બોગસ દસ્તાવેજો બનાવાયા છે.
રાજકોટમાં નકલી દસ્તાવેજ કૌભાંડમાં પોલીસ કમિશનર દ્વારા સીટની રચના કરવામાં આવી છે. Dcpના સુપરવિઝનમાં પ્રદ્યુમન નગરના સેકન્ડ પી.આઇ ડોબરીયા સમગ્ર કેસની તપાસ કરશે. આરોપીઓ દ્વારા જે 17 બોગસ દસ્તાવેજ બનાવવામાં આવ્યા તેમાં કોઠારીયા વિસ્તાર, રૈયા વિસ્તાર, મવડી વિસ્તાર, મઘરવાડા ગામ અને રાજકોટ તાલુકાના સર્વે નંબરોના દસ્તાવેજ બોગસ બનાવ્યા હોવાનું સામે આવ્યું છે.
કૌભાંડીઓએ જે ૧૭ દસ્તાવેજોમાં ચેડા કર્યા તેની બજાર કિંમત 560 કરોડ રૂપિયા
કૌભાંડીઓએ જે ૧૭ દસ્તાવેજોમાં ચેડા કર્યા તેની બજાર કિંમત 560 કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી રહી છે. જમીન-મકાનોના દસ્તાવેજોમાં છેડછાડ કરીને કરોડોનું ફૂલેકું ફેરવ્યું છે. પોલીસ સબરજીસ્ટ્રાર કચેરીમાં તપાસ કરી શકે છે.
આ પણ વાંચો: VIDEO: લ્યો બોલો...અમદાવાદ સિવિલમાં ભૂવાઓ મટાડે છે રોગ, વેન્ટિલેટર પર રહેલા દર્દીની કરી વિધિ!
રાજકોટના જંકશન વિસ્તારમાં આવેલી સબ રજીસ્ટારની અસલી કચેરી ખાતે બોગસ દસ્તાવેજને લગતું કૌભાંડ 15 મહિનાથી ધમધમી રહ્યું હોવાનું સામે આવ્યું છે. સબ રજીસ્ટાર અતુલ દેસાઈ દ્વારા કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર સુપરવાઈઝર જયદીપ ઝાલા, વકીલ કિશન ચાવડા અને પૂર્વ કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર હર્ષ સોની સહિતના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. હાલમાં પોલીસ દ્વારા આરોપીઓને પકડવા માટે કુલ 3 પોલીસ સ્ટેશનની બે બે ટીમ મળી કુલ 6 ટીમો બનાવવામાં આવી છે. જયદીપ ઝાલાની ધરપકડ કરી લેવામાં આવી છે. તો સાથે જ આરોપી પાસેથી કેટલીક ચીજવસ્તુઓ પણ ગુનાના કામે કબજે કરવામાં આવી છે.








