Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Rajkot: A video of a middle-aged man driving a scooty naked on Kalavad Road has gone viral

VIDEO: રાજકોટ: કાલાવડ રોડ પર નગ્ન હાલતમાં સ્કૂટી ચલાવતા આધેડનો વીડિયો વાયરલ

Timeછેલ્લું અપડેટ : 04 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટના કાલાવડ રોડ પરથી એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં એક આધેડ વ્યક્તિ નગ્ન હાલતમાં સ્કૂટી ચલાવતા જોવા મળ્યો. સ્કૂટી પર જાહેર માર્ગ પર ફરતા આ વ્યક્તિનો વીડિયો કારચાલકે મોબાઇલમાં કેદ કર્યો હોવાનું સામે આવ્યું છે. વીડિયો વાયરલ થતાં લોકોમાં આશ્ચર્ય સાથે અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. જોકે વીડિયો ક્યારનો છે તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. સંબંધિત વ્યક્તિની માનસિક સ્થિતિ અસ્વસ્થ હતી કે તેણે જાણીજોઈને આવું કૃત્ય કર્યું હતું, તે અંગે પોલીસ તપાસ હાથ ધરી શકે છે. હાલ સમગ્ર ઘટનાએ શહેરમાં ભારે ચર્ચા જગાવી છે.

App Store