Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Rajkot: A major change in the inquiry committee on the Jangaleshwar demolition cost issue

VIDEO: રાજકોટ: જંગલેશ્વર ડિમોલીશન ખર્ચ મામલે તપાસ સમિતિમાં મોટો ફેરફાર

Timeછેલ્લું અપડેટ : 04 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટના જંગલેશ્વર ડિમોલીશન ખર્ચ મુદ્દે વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. ડિમોલીશન ખર્ચની તપાસ માટે રચાયેલી કમિટીના અધ્યક્ષ તરીકે હવે સી.કે. નંદાણીના સ્થાને કેતન જોષીની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે સી.કે. નંદાણી કમિટીના સભ્ય તરીકે કામગીરી કરશે. કેતન જોષી હાલ પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર તેમજ રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા છે. નોંધનીય છે કે જંગલેશ્વર ડિમોલીશનનો કુલ ખર્ચ હજુ સુધી મહાનગરપાલિકાએ જાહેર કર્યો નથી. ખર્ચને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કમિટીના નેતૃત્વમાં થયેલો આ ફેરફાર ચર્ચાનો વિષય બન્યો છે અને હવે તપાસના આગામી પગલાં પર સૌની નજર છે.

App Store